Yevgeny Prigozhin/ પુતિન સામે બળવો કરનાર યેવજેની પ્રિગોઝિનનું પ્લેન ક્રેશમાં થયું મોત

રશિયા સામે નિષ્ફળ વિદ્રોહનું નેતૃત્વ કરનાર વેગનર ચીફ યેવજેની પ્રિગોઝિનનું પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું છે. આ વિમાનમાં 3 ક્રૂ મેમ્બર સહિત 10 લોકો હતા.

Top Stories World Breaking News
11 16 પુતિન સામે બળવો કરનાર યેવજેની પ્રિગોઝિનનું પ્લેન ક્રેશમાં થયું મોત

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રના સૌથી મોટા સમાચાર..
રશિયાના વેગનર ચીફ નું પ્લેન ક્રેશ..
મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગ પાસે બની ઘટના
વેગનર ચીફ સહિત 10 લોકોના મોત
પ્લેન ક્રેશ એ દુર્ઘટના કે બીજું કંઈ..?આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે શરૂ થઈ જાત જાતની અટક

રશિયા સામે નિષ્ફળ વિદ્રોહનું નેતૃત્વ કરનાર વેગનર ચીફ યેવજેની પ્રિગોઝિનનું પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું છે. આ વિમાનમાં 3 ક્રૂ મેમ્બર સહિત 10 લોકો હતા. રશિયાના ઈમરજન્સી મિનિસ્ટરે આ વાતની પુષ્ટિ કરી છે. ફાઈનાન્સિયલ ટાઈમ્સના અહેવાલ મુજબ, રશિયન અધિકારીઓએ જણાવ્યું કે પ્રિગોઝિન નામનો વ્યક્તિ વિમાનમાં સવાર હતો. જો કે, તેમણે આગળ કહ્યું ન હતું કે તે વેગનરની સેનાના વડા પ્રિગોઝિન હતા. રુસો-યુક્રેન યુદ્ધમાં વેગનરની સેના રશિયાની બાજુમાં લડી રહી હતી પરંતુ જૂનમાં વેગનર ચીફ રશિયા સામે બળવો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે બુધવારે અહીં એક બિઝનેસ જેટ ક્રેશ થયું હતું. જેમાં વિમાનમાં સવાર તમામ 10 મુસાફરોના મોત થયા હતા. બિઝનેસ જેટ મોસ્કોથી સેન્ટ પીટર્સબર્ગ જઈ રહ્યું હતું. અધિકારીઓનું કહેવું છે કે મુસાફરોમાં યેવજેની પ્રિગોઝિનનો સમાવેશ થાય છે, જે વેગનર પ્રમુખ પુતિન સામે બળવો કર્યો હતો. જો કે, પ્રિગોઝિન જેટમાં સવાર હતા કે કેમ તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જેટ વેગનર પ્રાઈવેટ આર્મી કંપનીના સ્થાપક પ્રિગોઝિનનું હતું.

યેવજેની પ્રિગોઝિન પુતિનના રસોઈયા તરીકે ઓળખાય છે. પ્રિગોઝિનનો જન્મ 1961 માં લેનિનગ્રાડ (સેન્ટ પીટર્સબર્ગ) માં થયો હતો. 20 વર્ષની ઉંમરે, પ્રિગોઝિન હુમલો, લૂંટ અને છેતરપિંડી સહિતના ઘણા કેસોમાં વોન્ટેડ બન્યો. આ પછી તેને 13 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જોકે, 9 વર્ષ પછી જ તેને મુક્ત કરવામાં આવ્યો હતો.