International/ યોગ એ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક કલ્યાણ પ્રાપ્ત કરવાનું એક સાધન : વિદેશ રાજ્યમંત્રી

આઠમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીનાં ભાગ રૂપે વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ કહ્યું હતું કે યોગ વૈશ્વિક સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે વિશ્વને એક ભેટ છે

Top Stories World
યોગ

આંતરરષ્ટ્રીય યોગ દિવસ (IDY)ના પ્રસંગે કેન્દ્ર સરકારે 75 મંત્રીઓએ દેશના 75 ઐતિહાસિક વિરાસત સ્થળો પર યોગ કર્યા હતા. આ ત્રણેય વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરન, મીનાક્ષી લેખી અને ડો. રાજકુમાર રંજન સિંહ તેમાં સામેલ થયા હતાં. ત્રણેય નેતાઓએ આ બાબતે ટ્વિટ કરીને જાણકારી આપી છે.

વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરને તિરુવનંતપુરમમાં પદ્મનાભસ્વામી મંદિરમાં યોગ સમારોહમાં ભાગ લીધો હતો. તેના વિશે ટ્વિટ કરીને તેમણે લખ્યું, – યોગ માત્ર કસરત નથી, તે શારીરિક , માનસિક અને આધ્યાત્મિક કલ્યાણ પ્રાપ્ત કરવાનું સાધન છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને તેમના પ્રયાસો માટે ધન્યવાદ જેમણે વિશ્વભરના લાખો લોકોનો યોગથી પરિચય કરાવ્યો અને તેઓ તેમના જીવનમાં પરિવર્તનની અનુભૂતિ કરી રહ્યા છે.

યોગ

બીજી તરફ કન્યાકુમારીના વિવેકાનંદ રોક મેમોરિયલમાં આયોજિત કાર્યક્રમમાં વિદેશ અને સંસ્કૃતિ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ યોગ પ્રદર્શન કર્યું. તેમણે ટ્વિટ કરીને કહ્યું, – ભારતના દક્ષિણ છેડા કન્યાકુમારીના પ્રતિષ્ઠિત વિવેકાનંદ રોક મેમોરિયલમાં આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સામેલ થઇને પ્રસન્નતા થઇ રહી છે. ભારતની સૌથી પોષિત સાંસ્કૃતિક વિરાસત યોગ એ વૈશ્વિક સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે વિશ્વને એક ભેટ છે.

યોગ

આ પ્રસંગે વિદેશ અને શિક્ષણ રાજ્યમંત્રી ડો. રાજકુમાર રંજનસિંહે કંબોડિયા સ્થિત અંગકોર વાટ મંદિરમાં યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે ટ્વિટ કરીને કહ્યું, “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ -2022ના અવસરે કંબોડિયા સ્થિત પ્રતિષ્ઠિત અંગકોર વાટ મંદિરમાં આયોજિત યોગ અભ્યાસ કાર્યક્રમમાં સામેલ થઇને સન્માનિત છું. કાર્યક્રમમાં ભારતીય દૂતાવાસના ઉચ્ચ અધિકારીઓ સાથે 400 યુવાનોએ ભાગ લીધો.

આ પણ વાંચો : PM મોદી 72 વર્ષની ઉંમરે કેવી રીતે પોતાને ફિટ રાખે છે, કરે છે આ 6 યોગ આસન