Not Set/ યુપીમાં યોગીરાજ કાયમ, છેલ્લા ૪૮ કલાકમાં પોલીસે કર્યા ૧૫ એન્કાઉન્ટર

ઉત્તરપ્રદેશ, યુપીમાં યોગીરાજમાં પ્રદેશમાં હિંસક તુફાનો કરતા કેટલાક અસામાજિક તત્વો સામે લગામ લગાવી દેવામાં આવી રહી છે. પ્રજાસત્તાક દિવસ નિમિત્તે કાસગંજમાં થયેલી હિંસક ઝડપ બાદ પોલીસ વધુ સક્રિય બનતી જોવા મળી રહી છે. છેલ્લા ૪૮ કલાક દરમિયાન યુપીમાં પોલીસ દ્વારા ૧૫ એન્કાઉન્ટર કરવામાં આવ્યા છે. ૧૦ જીલ્લાઓમાં પોલીસ દ્વારા કરવામાં આવેલા એન્કાઉન્ટરમાં એક ગેંગસ્ટરનું મોત […]

Top Stories
18425704 781882815326280 393895665 n યુપીમાં યોગીરાજ કાયમ, છેલ્લા ૪૮ કલાકમાં પોલીસે કર્યા ૧૫ એન્કાઉન્ટર

ઉત્તરપ્રદેશ,

યુપીમાં યોગીરાજમાં પ્રદેશમાં હિંસક તુફાનો કરતા કેટલાક અસામાજિક તત્વો સામે લગામ લગાવી દેવામાં આવી રહી છે. પ્રજાસત્તાક દિવસ નિમિત્તે કાસગંજમાં થયેલી હિંસક ઝડપ બાદ પોલીસ વધુ સક્રિય બનતી જોવા મળી રહી છે. છેલ્લા ૪૮ કલાક દરમિયાન યુપીમાં પોલીસ દ્વારા ૧૫ એન્કાઉન્ટર કરવામાં આવ્યા છે. ૧૦ જીલ્લાઓમાં પોલીસ દ્વારા કરવામાં આવેલા એન્કાઉન્ટરમાં એક ગેંગસ્ટરનું મોત થયું છે જયારે ૨૪ વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

છેલ્લા ૪૮ કલાક દરમિયાન પોલીસે પાટનગર લખનૌ, મુઝફ્ફરનગર, ગોરખપુર, બુલંદશહેર, શામલી, હાપુર, મેરઠ, સહરાનપુર, બાગપત અને કાનપુરમાં એન્કાઉન્ટર કર્યા હતા. આ કાર્યવાહીમાં પોલીસે કાર્બાઈન સહિતના હથિયારો, ફેક્ટરી, સ્વદેશી હથિયારો, કેસ, જવેલરી અને કાર સહિતની તમામ ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.

છેલ્લા ૪૮ કલાક દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે ડીજી ઓ પી સિંહે જણાવ્યું હતું કે, આ કાર્યવાહીમાં ૮ ગેંગસ્ટરના નામે ૧૫,૦૦૦ થી ૫૦૦૦૦ રૂપિયા સુધીના ઇનામ ઘોષિત કરવામાં આવ્યા હતા તે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ એન્કાઉન્ટર અંગે વધુમાં જણાવતા  તેઓએ કહ્યું, “આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ વોન્ટેડ ગેંગસ્ટરોની ધરપકડ કરવાનો તેમજ તેઓને જેલના સળિયા પાછળ ધકેલવાનો હતો. એન્કાઉન્ટર સમયે પોલીસ સામે અન્ય કોઈ વિકલ્પ ન હતો તેથી તેઓને સ્વ બચાવ માટે બળ પ્રયોગનો ઉપયોગ કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. તેઓએ આરોપીઓને સખ્ત શબ્દોમાં જણાવ્યું હતું કે અપરાધીઓ જે ફોજદારી કેસમાં ફસાયેલા છે તેઓએ બંધ કરવા જોઈએ.

લખનૌના એસએસપી દીપક કુમારના જણાવ્યું હતું કે, બિકાનેર નિવાસી મહેન્દ્ર ઉર્ફ મહેશ, મનોજ ઉર્ફ છોટુ પોલીસના ગોળીબારમાં ઘાયલ થયા છે. તેમની સાથે જ રાજેશ ઉર્ફ પેટલા અને રમેશ ઉર્ફ રાજુની પણ ધરપકડ થઇ છે. તેમના સાથીઓ દયારામ, રામદીન અને કાલિયાની શોધમાં પોલીસ કાર્યવાહી કરી રહી છે. તેમની પાસે એક ૧૨ બોરની બંદૂક, બે ૧૨ બોરના દેશી તમંચા, એક ૩૧૫ બોરનો દેશી તમંચો તેમજ જીવતા કારતૂસો મળી આવ્યા છે.”