ગુજરાત/ કોરોના સહાય માટે તમે આરટીપીસીઆર કે રેપિડ ટેસ્ટ પુરાવા તરીકે રાખી ફોર્મ ભરી શકશો

કોરોના પોઝીટીવ સાબિત થયાના 30 દિવસની અંદર આત્મહત્યા કરે તો આવા કિસ્સામાં સહાય મેળવવા પાત્ર રહે છે. ઝેર, હત્યા, અકસ્માત મૃત્યુ વગેરેને કારણે થતા અવસાનને કોરોના મૃત્યુ તરીકે ગણવામાં આવશે નહી .

Gujarat
Untitled 303 કોરોના સહાય માટે તમે આરટીપીસીઆર કે રેપિડ ટેસ્ટ પુરાવા તરીકે રાખી ફોર્મ ભરી શકશો

    રાજયમાં કોરોનાની બીજી લહેર ભયનાક જોવા મળી હતી. જેમાં  ઘણા  લોકોના  મૃત્યુ  પામ્યા હતા.  ત્યારે સરકાર  દ્વારા રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીને કારણે અવસાન પામનાર વ્યક્તિ માટે રૂ.50,000/-ની સહાય  આપશે .જેમાં સરકારના પરિપત્ર મુજબ હવેથી કોવીડ-19ના એવા કેસો કે જેનું નિદાન પોઝીટીવ આરટીપીસીઆર મોલેક્યુલર ટેસ્ટ/રેપીડ એન્ટીજન ટેસ્ટ દ્વારા કરવામાં આવે અથવા હોસ્પિટલમાંદાખલ કરવામાં આવે ત્યારે સારવાર કરનાર ડોક્ટર દ્વારા કોવીડ-19નું નિદાન કરવામાં આવે તેવા કિસ્સાઓને કોરોના પોઝીટીવ કેસ ગણવામાં આવશે.

જે અંતર્ગત   કોરોના  પોઝીટીવ કેસ નક્કી થયાની તારીખ થી 30 દિવસના સમયગાળામાં હોસ્પિટલની અંદર કે બહાર દર્દીનું અવસાન થાય તો તેને પણ કોવીડ-19ને કારણે મૃત્યુ થયું ગણાશે.તેમજ દર્દી હોસ્પિટલમાં સારવાર લેતા હોય તે દરમ્યાન અને 30 દિવસ પછી પણ કોરોનાની સારવાર ચાલુ રહે અને ત્યારબાદ મૃત્યુ પામે તો પણ તેને કોવિડ-19ને કારણે મૃત્યુ થયેલ ગણાશે.

આ પણ વાંચો ;બનાસકાંઠા / CMને ધમકી આપનાર કથાકાર બટુક મોરારીની અટકાયત

 કોરોના પોઝીટીવ સાબિત થયાના 30 દિવસની અંદર આત્મહત્યા કરે તો આવા કિસ્સામાં સહાય મેળવવા પાત્ર રહે છે. ઝેર, હત્યા, અકસ્માત મૃત્યુ વગેરેને કારણે થતા અવસાનને કોરોના મૃત્યુ તરીકે ગણવામાં આવશે નહી .આવા કિસ્સાઓમા કુટુંબીજનોએ કોવીડ-19 મૃત્યુ વિષયક ખાતરી સમિતિ પાસે કોવીડ-19 મૃત્યુ અંગેનો સત્તાવાર દસ્તાવેજ મેળવવા અરજી કરવાની રહેતી નથી.

આ માટે મૃતકના મૃત્યુનું કારણ દર્શાવતું પ્રમાણપત્ર કાઢી આપવાની કામગીરી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે  જેમાં  કોરોના મહામારીમાં અવસાન પામેલ લોકોને સહાય મેળવવા માટે ફોર્મ-4/ફોર્મ-4એ કાઢી આપવામાં આવે છે.

આ પણ વાંચો ;કર્ણાટક / ભંગાર વેચીને 1743 કરોડ કમાયા, હવે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડશે