Not Set/ દુનિયાની સૌથી અજબ-ગજબ બિલ્ડીંગોને જોઇ તમે તમારી આંખો પર નહી કરી શકો વિશ્વાસ

દુનિયામાં આજે એવી બિલ્ડીંગોનું નિર્માણ થઇ ચુક્યુ છે કે જેને જોઇ એક સમયે તમે પોતાની આંખો પર વિશ્વાસ નહી કરી શકો. જી હા, આવી ઘણી બિલ્ડીંગો કે જે પોતાના કદ, વિચિત્ર આર્કિટેક્ટથી લોકોનું ધ્યાન હંમેશા ખેંચતી રહે છે. સ્ટોન હાઉસ (ગુઇમરેસ, પોર્ટુગલ) રાજસી પોર્ટુગીઝ ગ્રામીણ વિસ્તારોની વચ્ચે બે પત્થરોની વચ્ચે અસંભવ રીતે સેન્ડવીચ થયેલ, સ્ટોન […]

World
5f64946d55984544dcd3599de2da1d08 દુનિયાની સૌથી અજબ-ગજબ બિલ્ડીંગોને જોઇ તમે તમારી આંખો પર નહી કરી શકો વિશ્વાસ

દુનિયામાં આજે એવી બિલ્ડીંગોનું નિર્માણ થઇ ચુક્યુ છે કે જેને જોઇ એક સમયે તમે પોતાની આંખો પર વિશ્વાસ નહી કરી શકો. જી હા, આવી ઘણી બિલ્ડીંગો કે જે પોતાના કદ, વિચિત્ર આર્કિટેક્ટથી લોકોનું ધ્યાન હંમેશા ખેંચતી રહે છે.

સ્ટોન હાઉસ (ગુઇમરેસ, પોર્ટુગલ)

Image result for अजीब, अद्भुत

રાજસી પોર્ટુગીઝ ગ્રામીણ વિસ્તારોની વચ્ચે બે પત્થરોની વચ્ચે અસંભવ રીતે સેન્ડવીચ થયેલ, સ્ટોન હાઉસ એક અજાયબીથી ઓછુ તમને નહી લાગે. ઉત્તરીય પોર્ટુગાલનાં ફેફે પર્વતોમાં સ્થિત એ કાસા ડો પેનેડો અથવા “સ્ટોન હાઉસ”, તે સ્થળ પર મળી આવેલા ચાર મોટા પથ્થરોની વચ્ચે બનાવવામાં આવ્યું હતું. જો કે ઘર ગામડાનું લાગશે, પરંતુ તેમાં સુવિધાઓની અછત નથી. તેમા એક ફાયરપ્લેસ અને એક મોટા ખડકોમાંથી એક બનેલ સ્વિમિંગ પૂલનો સમાવેશ થાય છે.

રોટેટિંગ ટાવર (દૂબઈ, યુએઈ)

Rotating%2BTower%252C%2BDubai%252C%2BUAE દુનિયાની સૌથી અજબ-ગજબ બિલ્ડીંગોને જોઇ તમે તમારી આંખો પર નહી કરી શકો વિશ્વાસ

શું તમે ક્યારેય આ વિચાર્યું છે? 80 માળનું ટાવર સતત આકારમાં પરિવર્તન લાવી રહ્યુ છે કારણ કે રહેવાસીઓ તેમના ઘરને ફરાવવું પસંદ કરે છે. આર્કિટેક્ચરલ ફર્મ ડાયનેમિક ગ્રૂપનાં જણાવ્યા અનુસાર તે 2020 સુધીમાં દુબઇ માટે ફરતી ગગનચુંબી ઇમારતનું નિર્માણ કરવાની છે. 80-માળનું ડાયનેમિક ટાવર વિશ્વનો પ્રથમ ગગનચુંબી ઇમારત હશે જે કેન્દ્રિય સ્તંભ દ્વારા જોડાયેલા અલગ અલગ ફરતા ફ્લોરથી બનેલો છે.

વૂડલેન્ડ હાઉસ (વોલ્સ, યુકે)

Low%2Bimpact%2Bwoodland%2Bhouse%2B%2528Wales%252C%2BUK%2529 દુનિયાની સૌથી અજબ-ગજબ બિલ્ડીંગોને જોઇ તમે તમારી આંખો પર નહી કરી શકો વિશ્વાસ

શું તમે જાણો છો કે ફક્ત £3000 ડોલરનો ઉપયોગ કરીને એક છીણી, ચેનસો/આરી અને એક હથોડોને સિમોન ડેલ અને તેના સસરાએ આ આરામદાયક વૂડલેન્ડ ઘરને માત્ર ચાર મહિનામાં જમીનથી ઉપર ઉઠાવ્યુ હતું.

ક્રુક્ડ હાઉસ (સોપોટ, પોલેન્ડ)

Related image

આ ઘરને બાળકોનાં પુસ્તક ચિત્રકાર જન માર્કિન સઝાંસરનાં કામો માટે શ્રદ્ધાંજલિ તરીકે ડિઝાઇન કરવામાં આવેલ હતુ. અરે ના, આ તમારા ચશ્મા નથી કે જેથી તમને અસ્પષ્ટ દેખાતુ હોય, હકીકતમાં તે આવું જ છે.

લોટસ ટેમ્પલ (દિલ્હી, ભારત)

Related image

પવિત્ર લોટસ ટેમ્પલને ડિસેમ્બર 1986 માં લોકો માટે ખોલવામાં આવ્યું હતું. તેની રચના ઇરાની આર્કિટેક્ટ ફરીબોર્ઝ સાહબા દ્વારા કરવામાં આવેલ હતુ, જેમણે મંદિર પૂર્ણ થાય તે પહેલાં આ પ્રોજેક્ટ માટે ઘણી પ્રશંસા મેળવી હતી. બાદમાં તેમને ઘણા એવોર્ડ મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.