Banaskantha/ બે વર્ષ સુધી યુવકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પોલીસમાં કરી ફરિયાદ, ન મળ્યો તેનો પણ સાથ

બનાસકાંઠાનાં લાખણી તાલુકાનાં એક ગામની સગીર યુવતી પર બે વર્ષ અગાઉ એક યુવકે તેનું છરીની અણીએ અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની હતી…..

Gujarat Others
police attack 38 બે વર્ષ સુધી યુવકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પોલીસમાં કરી ફરિયાદ, ન મળ્યો તેનો પણ સાથ

બનાસકાંઠાનાં લાખણી તાલુકાનાં એક ગામની સગીર યુવતી પર બે વર્ષ અગાઉ એક યુવકે તેનું છરીની અણીએ અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની હતી. જે ઘટનામાં એક મહિના સુધી રખડાવ્યા બાદ પણ પોલીસ અધિકારીઓએ તેની ફરિયાદ ન લેતા આખરે કોર્ટ બે પીઆઈ વિરુદ્ધ ફરિયાદ ના લઈ ગેરકાયદેસરનું કૃત્ય કર્યું હોવા મુજબનો ગુન્હો નોંધવાનો આદેશ કર્યો છે, બે પીઆઇ સામે કોર્ટનાં કડક વલણથી જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

બનાસકાંઠામાં એક સગીર યુવતી સાથે દુષ્કર્મની ઘટના બન્યા બાદ પોલીસ અધિકારીઓએ તેની ફરિયાદ ન લઇ ગંભીર બેદરકારી દાખવી હોવાની ઘટના સામે આવી છે, જેમાં લાખણી તાલુકાનાં ટરૂવા ગામની એક સગીર યુવતી બે વર્ષ અગાઉ ડીસા ખાતે રહેતી તેની માસી ના ઘરે આવી હતી. રાત્રીનાં સમયે ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા પશુ પરમાર નામનો યુવક તેના બે મિત્રોની મદદથી અપહરણ કરી ગયો હતો. આ સગીર યુવતી ચોકમાં સુતી હતી, તે સમયે તેના મોઢા પર રૂમાલ બાંધી છરી બતાવી બળજબરીપૂર્વક ગાડીમાં નાખીને પથુ પરમાર સહિત 3 શખ્સો અપહરણ કરી ગયા હતા. ત્યારબાદ આ પથુ પરમારે તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ જો ફરિયાદ કરી છે તો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો, અને ત્યારબાદ પણ સતત બે વર્ષ સુધી આ શખ્સ સગીરા સાથે દુષ્કર્મ આચરતો રહ્યો હતો. તે દરમિયાન આ સગીરા ગર્ભવતી બનતા તેને ગોળી આપીને ગર્ભપાત પણ કરાવ્યો હતો. આખરે કંટાળેલી સગીરાએ તેના માતા-પિતાને તમામ હકીકત જણાવતા તેઓ ડીસા સિટી પોલીસ મથકે ફરિયાદ આપવા ગયા હતા પરંતુ ફરિયાદ ન લેતા સગીરા તેના પરિવાર સાથે થરાદ પહોંચી હતી. જોકે ત્યાં પણ તેની રજૂઆત ન સાંભળતા બાદમાં તે થરાદ ડી વાય એસ પી અને ડીસા ડીવાયએસપી કચેરી અને છેલ્લે જિલ્લા પોલીસ વડા પાસે પહોંચી હતી, પરંતુ કોઈ જ પોલીસ અધિકારીએ તેની ફરિયાદ ન લેતા આખરે તેને દિયોદર કોર્ટમાં અરજી કરતા નામદાર કોર્ટે આરોપીઓ સામે ફરિયાદ નોંધવાનો હુકમ કર્યો હતો.

કોર્ટનાં આદેશ બાદ પોલીસે સગીરાની ફરિયાદ નોંધી, ત્યારબાદ આરોપીઓની અટકાયત કરી જેલનાં હવાલે પણ કર્યા છે. પરંતુ 28 દિવસ સુધી સતત રાખડાવ્યા બાદ પણ પોલીસ અધિકારીઓએ આ સગીરાની ન તો રજૂઆત સાંભળી કે ન કોઇ કાર્યવાહી કરી જેથી સગીરાએ લાખણી કોર્ટમાં આ તમામ પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ કરી હતી, જેમાં સગીરાએ આરોપીઓને છાવર્યા હોવાના તેમજ ફરજમાં બેદરકારી દાખવી હોવાના મુદ્દે લાખણી નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરતાં કોર્ટે સગીરાની રજુઆતમાં તથ્ય લાગતાં ડીસા સીટી દક્ષિણ પોલીસ મથકના પીઆઇ બી વી પટેલ અને થરાદ પોલીસ મથકનાં પીઆઈ જે બી ચૌધરી સામે ફરિયાદીની ફરિયાદ ન નોંધી ગેરકાયદેસર કૃત્ય કરવા બદલ ઈપીકો કલમ 166 એ મુજબનો ગુનો નોંધવા હુકમ કર્યો છે, તેમજ બંને પીઆઇ ને આગામી 8 ફેબ્રુઆરીનાં રોજ કોર્ટમાં હાજર રહેવા માટે પણ સમન્સ પાઠવ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો