Marriage-Transgender/ લગ્ન કરતાં પહેલા ધ્યાન રાખો, ‘વો કૌન થી’ નીકળે, ‘વો કૌન થા’ નહીં!

લગ્નમાં ઘણી વખત અકલ્પનીય બાબતો બનતી હોય છે, પરંતુ ઘણી અકલ્પનીય બાબતો એવી હોય છે કે મગજ ચકરાવે ચઢી જાય છે. ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં અજબનો ઘટનાક્રમ બન્યો છે.

Trending
YouTube Thumbnail 38 2 લગ્ન કરતાં પહેલા ધ્યાન રાખો, 'વો કૌન થી' નીકળે, 'વો કૌન થા' નહીં!

મુરાદાબાદઃ લગ્નમાં ઘણી વખત અકલ્પનીય બાબતો બનતી હોય છે, પરંતુ ઘણી અકલ્પનીય બાબતો એવી હોય છે કે મગજ ચકરાવે ચઢી જાય છે. ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં અજબનો ઘટનાક્રમ બન્યો છે. એક યુવક લગ્ન કર્યા પછી કેટલાય ઉત્સાહ સાથે સુહાગરાત મનાવવા પહોંચ્યો. સુહાગરાત મનાવવા સમયે જ તેને ખબર પડી કે તે જેને પરણ્યો છે તે યુવતી નથી,પણ ટ્રાન્સજેન્ડર છે. આ ખબર પડે તે સમયે પગ નીચેથી ધરતી જ સરકી જાય તે સ્વાભાવિક છે.

તેની પત્નીએ તેને જણાવ્યું હતું કે તે ટ્રાન્સજેન્ડર છે, પરંતુ તેની સારવાર ચાલી રહી છે અને તેના જનનાંગ ઉભરીને આવશે. પણ યુવકે સંબંધ તોડવાની વાત કરતા તેની પત્ની અને તેના સાસરિયા ધમકી આપવા પર ઉતરી આવ્યા. આ ઉપરાંત યુવક પણ પત્નીને બદલે ટ્રાન્સજેન્ડરને પરણીને લાવ્યો હોવાની સમાજમાં ખબર પડે તો આબરૂ જાય તે બીકે ચૂપ રહ્યો. તેણે તેના સાસરીમાં વાત કરતાં તેઓએ તેને ધમકાવ્યો, ડરાવ્યો અને જૂઠા કેસમાં ફસાવીને જેલમાં નાખવાની ધમકી આપી.

આના પગલે તેણે પરિસ્થિતિમાં તેણે ચાર વર્ષ ખેંચ્યા. પણ તે જેની સાથે પરણ્યો હતો તેણે પછી તેને હેરાન શરૂ કરવાનું કર્યુ અને આ વાત દબાવી રાખવા માટે રીતસરના રૂપિયા માંગવા માંડ્યા. જો રૂપિયા નહીં આપે તો તેના અશ્લીલ વિડીયો જાહેર કરવામાં આવશે. પછી તેની મારપીટ પણ કરવા માંડી. છેવટે તેણે આનાથી કંટાળી પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે તેની પત્ની અને તેના સાસરિયાની છેતરપિંડીના આરોપમાં ધરપકડ કરી છે. આમ લગ્નવાંછુકોએ તે સુનિશ્ચિત કરવું  કે તેઓ લગ્ન કરે તો યુવતી સાથે જ આ લગ્ન થાય, કોઈ ટ્રાન્સજેન્ડર ન આવી જાય.


whatsapp ad White Font big size 2 4 લગ્ન કરતાં પહેલા ધ્યાન રાખો, 'વો કૌન થી' નીકળે, 'વો કૌન થા' નહીં!


આ પણ વાંચોઃ Europe/ રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો, “વર્ષો પહેલા મનુષ્યના મૃતદેહ ખાવાની પરંપરા”

આ પણ વાંચોઃ અજબ ગજબ/ જાપાનના લોકો દાઢી કેમ નથી રાખતા, ચોંકાવનારી માહિતી આવી સામે

આ પણ વાંચોઃ Kerala/ લક્ઝરી કાર લઈને આ ખેડૂત શાકભાજી વેચવા પહોંચ્યો, જુઓ Video