Not Set/ સુરત/ પાંડેસરામાં હત્યાના આરોપી યુવકની ગોળીમારી હત્યા, ગેંગવોર કે બીજું કાઈ …?

સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ દિવસેને દિવસે કથળતી જઈ રહી છે. અવાર નવાર ગેંગવોર સામે આવી રહી છે.  સામાન્ય વાતમાં ગોળીબાર અને હત્યા સુધી લોકો પહોચી જાય છે.  હજુ તો વસીમ બીલ્લાની હત્યાની શાહી સુકાઈ નથી  ત્યાં વળી એક ઘટના સામે આવી છે. સુરતના પાંડેસરાના તેરે નામ રોડ પર યુવકની ગોળીમારીને હત્યા કરવામાં આવી  છે. અજાણ્યા […]

Gujarat Surat
firing સુરત/ પાંડેસરામાં હત્યાના આરોપી યુવકની ગોળીમારી હત્યા, ગેંગવોર કે બીજું કાઈ ...?

સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ દિવસેને દિવસે કથળતી જઈ રહી છે. અવાર નવાર ગેંગવોર સામે આવી રહી છે.  સામાન્ય વાતમાં ગોળીબાર અને હત્યા સુધી લોકો પહોચી જાય છે.  હજુ તો વસીમ બીલ્લાની હત્યાની શાહી સુકાઈ નથી  ત્યાં વળી એક ઘટના સામે આવી છે.

સુરતના પાંડેસરાના તેરે નામ રોડ પર યુવકની ગોળીમારીને હત્યા કરવામાં આવી  છે. અજાણ્યા શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા હતા. આ ઘટના બીજેપીના કોર્પોરેટરની ઓફિસ સામે બની હતી.  ઘટના અંગેની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.

ગોળીઓ મારી હત્યાઓના પગલે લોકોમાં ભયની સાથે રોષ પણ ફેલાયો છે.

ઉલ્લેખનીય છે કે, પાંડેસરામાં તેરેનામ ચોકડી નજીક ગીતાનગર સોસાયટીની ગલીમાં શુક્રવારે રાત્રે ગુડ્ડુ ગેંગના રીઢા ગુનેગાર સચિન મિશ્રાની હુમલાખોરોએ ફાયરિંગ કરી હત્યા કરી હતી. આ હત્યા ગેંગવોરમાં થઈ હોવાની આશંકા છે. મૃતક સચિન મિશ્રા બે દિવસ પહેલાં લાજપોર જેલમાંથી છુટ્યો હતો.

ડિંડોલી પોલીસમાં હત્યાની કોશિષના ગુનામાં તે બે મહિનાથી જેલમાં બંધ હતો. ત્રણ હુમલાખોરોએ બાઇક પર આવી બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું, જેમાં સચિન મિશ્રાને પહેલી ગોળી ગળાના ભાગે વાગતાં તે જીવ બચાવી નજીકમાં એક મકાનમાં ઘુસી ગયો હતો. જ્યાં પણ હુમલાખોરોએ દોડી આવી બીજી ગોળી માથામાં મારી દેતા તે ત્યાં ઢળી પડયો હતો અને ગણતરીની મિનીટોમાં તેનું મોત થયું હતું.

સચિન મિશ્રા પાંડેસરા બાલાજીનગરમાં માતા-પિતા સાથે રહે છે અને શુક્રવારે સાંજે તે ગીતાનગરમાં આવ્યો હતો. તે વખતે હુમલાખોરોએ ફાયરિંગ કર્યુ હતું. હુમલાખોરોએ સચિનની હત્યાની રેકી પણ કરી હતી, ગીતાનગર સોસાયટીમાં સચિન કોને ત્યાં આવ્યો હતો તે અંગે પોલીસે કોઈ ફોડ પાડયો નથી.

ઉલ્લેખનીય છે કે હજુ તો બે દિવસ પહેલા જ સુરતના તડીપાર અને નવસારી ખાતે રહેતા માથાભારે વસીમ બિલ્લાની કાર રોકી ચાર જણાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કરી બે બાઈક પર ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં વસીમ બિલ્લાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.