Surat/ સુરતના કોસાડ તળાવમાં યુવકનું ડૂબી જતાં મોત, પરિવારે અણબનાવની શંકા વ્યક્ત કરી

સુરતના કોસાડ પાસે આવેલા તળાવમાં રાત્રીના સમયે હમીરસિંહ ગોહિલ નામના યુવકનું પાણીમાં ડૂબી જતાં મોત થયું હતું. જોકે પરિવારજનો દ્વારા કઈક અજુગતું બન્યાના આક્ષેપ સાથે પોલીસને ફરિયાદ કરી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કઈ છે

Gujarat Surat
Youth drowned in Surat's Kosad lake, family suspects rift

@દિવ્યેશ પરમાર 

સુરતના કોસાડ ખાતે આવેલા એક તળાવમાં હમીરસિંહ ગોહિલ નામના યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. મોડી રાત્રે બનેલી આ ઘટનાની જાણ પરિવારજનોને પોલીસે કરી હતી. સુરતના કાપોદ્રા ખાતે આવેલી રામરાજ્ય સોસાયટીમાં રહેતા હમીરસિંહ ગોહિલ થોડા સમય પહેલા કોસાડ વિસ્તારમા હોટલ શરૂ કરી હતી.

હોટલ શરૂ કર્યા બાદ તે દરગાહ પાસેજ રહેતા હતા. જોકે થોડા સમયથી હોટલ બંધ કરી તેઓ કોસાડ ખાતે આવેલી દરગાહ પાસેજ વસવાટ કરતા હતા. ગત રાત્રીના 12 વાગ્યા આસપાસ પરિવારજનોને પોલીસ કર્મી દ્વારા ફોન કરીને ઘટનાની જાણ કરાઈ હતી. ઘટનાને પગલે મિત્રો તેમજ પરિજનો તાત્કાલિક તળાવ ખાતે દોડી ગયા હતા. જ્યાં ફાયરના જવાનો દ્વારા હમીર સિંહનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

પોલીસે જણાવ્યા મુજબ હમીરસિંહ માછલી પકડવા તળાવ પર ગયા હતા અને ત્યાંજ ઊંડા પાણીમા ગરકાઉ થઈ જતા ડૂબી ગયા હતા. ફાયરના જવાનોએ શોધખોળ કરી મૃતદેહ બહાર કાઢ્યો હતો. જોકે પરિવાર જનો દ્વારા આક્ષેપ કરાયા હતા કે જ્યારે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો ત્યારે હમીરસિંહના કમર પર દોરડું બાંધેલું હતું. જે જોતા કઈક અઘટિત ઘટના હમીરસિંહ સાથે બની હોવાની શંકા વ્યક્ત કરી પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસે લાશને પી.એમ અર્થે ખસેડી તમામ પાસા પર તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:Mental health Center/હવે અમદાવાદ પૂર્વમાં પણ માનસિક દિવ્યાંગ બાળકો માટે સેન્ટર ખૂલ્યું

આ પણ વાંચો:સુરત/પ્રવાહ પલટાયોઃ સાયન્સ-કોમર્સને રામ-રામ, આર્ટ્સમાં વિદ્યાર્થીઓને કામ-કામ

આ પણ વાંચો:Anand-Honeytrap/હની ટ્રેપના આરોપીઓ માટે હવેલી લેતા ગુજરાત ખોઈ જેવો ઘાટઃ ત્રણેયના જામીન રદ