નવસારી/ સિવિલ હોસ્પિટલમાંથી યુવકની નીચે છલાંગ, કારણ જાણવા પોલીસ કરશે તપાસ

નવસારીની સિવિલ હોસ્પિટલમાંથી યુવકે નીચે છલાંગ લગાવી. યુવકે હોસ્પિટલના ત્રીજા માળેથી નીચે ઝંપલાવતા ઘાયલ થતા ફરી સારવાર લઈ રહ્યો છે.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 06 16T152348.614 સિવિલ હોસ્પિટલમાંથી યુવકની નીચે છલાંગ, કારણ જાણવા પોલીસ કરશે તપાસ

નવસારીની સિવિલ હોસ્પિટલમાંથી યુવકે નીચે છલાંગ લગાવી. યુવકે હોસ્પિટલના ત્રીજા માળેથી નીચે ઝંપલાવતા ઘાયલ થતા ફરી સારવાર લઈ રહ્યો છે. યુવકની ત્રીજા માળેથી છલાંગ લગાવવાના કારણોની પોલીસ તપાસ કરશે. ઘટનાની પ્રાપ્ત વિગત નવસારીની સિવિલ હોસ્પિટલમાં યુવક બીમારીની સારવાર કરાવા દાખલ થયો હતો. પરંતુ કોઈક કારણસર યુવકે હોસ્પિટલના જ ત્રીજા માળેથી નીચે છલાંગ લગાવી. સદનસીબે યુવકનો જીવ બચી ગયો અને તેને કોઈ ગંભીર ઈજા નથી થઈ.

પ્રાથમિક તપાસમાં યુવક વિજલપોર વિસ્તારનો રહેવાસી હોવાનું જણાયું છે. હોસ્પિટલના ત્રીજા માળેથી છલાંગ લગાવતા યુવક ઘાયલ થયો છે. અને તેને ફરી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસ યુવકના છલાંગ લગાવવાના કારણોની તપાસ કરી રહી છે. નવસારીની સિવિલ હોસ્પિટલમાં 210થી વધુની ક્ષમતા છે. હોસ્પિટલના ઓપીડીમાં દરરોજ આશરે 1000થી વધુ દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે. હોસ્પિટલમાં દર્દીઓને સારી સારવાર મળે તેવા ડોક્ટરના પ્રયાસ હોય છે. પરંતુ યુવકે હોસ્પિટલના જ માળેથી છલાંગ લગાવતા અનેક પ્રશ્નો ઉઠ્યા છે. હવે આ મામલે પોલીસ તપાસ કરશે કે આખરે યુવકે કેમ છલાંગ લગાવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જૂનાગઢમાં પત્નીનાં વિરહમાં પતિનો આપઘાત

આ પણ વાંચો: અમદાવાદમાં ઠગોએ સોનાની લૂંટ આદરી

આ પણ વાંચો: CM ભુપેન્દ્ર પટેલે શેરડીના ટેકાનાં ભાવ વધારવાની કેન્દ્ર સરકારને ભલામણ કરી