eid e milad un nabi/ ઈદે મિલાદ : કોરોના સંકટ વચ્ચે આ રીતે ઉજવ્યો પર્વ…

ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે બ્લડડોનેટ કેમ્પનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બ્લડ ડોનેટ કેમ્પ નુરાની હાઈસ્કૂલ ખાતેના મેદાનમાં રાખવામાં આવ્યો હતો

Gujarat Others
modi 12 ઈદે મિલાદ : કોરોના સંકટ વચ્ચે આ રીતે ઉજવ્યો પર્વ...

@પ્રકાશ ચૌહાણ, ઝઘડિયા 

ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે ઈદે મિલાદ પર્વના દિને એક અનોખી પહેલ હિંદુ-મુસ્લિમ એકતાથી બ્લડ ડોનેટ કેમ્પ યજાયો. રાજપારડીના ફૈજ નગર ખાતે ઇમ્તિયાઝ અલી બાપુની આગેવાનોની હેઠળ બ્લડ ડોનેટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમા અનેક હિંદુ – મુસ્લિમ નવ યુવાનોએ આગળ આવી બ્લડ ડોનેટ કર્યુ.

ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે બ્લડડોનેટ કેમ્પનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બ્લડ ડોનેટ કેમ્પ નુરાની હાઈસ્કૂલ ખાતેના મેદાનમાં રાખવામાં આવ્યો હતો. આજરોજ ઈદેમિલાદ પર્વ હોય જેથી દર વર્ષે ઝુલુસનો કાર્યક્રમ યોજવામાં આવતો હતો.પરંતુ ચાલુ સાલે કોરોના વાઈરસની મહામારીને ધ્યાનમાં લઈ બ્લડ ડોનેટનો કેમ્પ યોજી એક અનોખી પહેલ કરવામાં આવી.

કોરોના વાઈરસ ની મહામારીમાં બ્લડની અછત જોવા મળી હતી. તેને દયાને લઈ રાજપારડીના ઈમ્તીયાઝ અલી બાપુએ એક અનોખી પહેલ કરી સમાજમાં આગળ આવી એક બલડ ડોનેટ નો કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ બ્લડ ડોનેટ કેમ્પમાં હિંદુ – મુસ્લિમ સમાજના નવયુવાનો આગળ આવી પોતાનુ બ્લડ ડોનેટ કર્યુ હતુ.

રકતદાન મહાદાન જનરલ હોસ્પિટલ ભરૂચ તેમજ આયુષ બલડ સેન્ટર વડોદરા દ્વારા બ્લડ લેવામાં આવ્યુ હતુ. આ બ્લડ ડોનેટ કેમ્પ માં ખુબ મોટી સંખ્યામાં બ્લડ આપવા માટે લોકો ઉમટી પડયા હતા. ઇમ્તિયાઝ અલી બાપુ દ્વારા બ્લડ ડોનેટ કેમ્પમાં એક નવી પહેલ દ્વારા હિંદુ – મુસ્લિમ સમાજના નવયુવાનોમાં એકતાનું પ્રતીક જોવા મળ્યું આ કાર્યક્રમ સંદર્ભે કમસેકમ હિંદુ – મુસ્લિમ મળીને 150 થી 200 જેટલા લોકો એ  બ્લડ ડોનેટ કર્યુ હતુ.