Not Set/ અપર સ્ટેશનથી ગિરનાર રોપ વે નું કરાયું ટેસ્ટિંગ, લોકોને મળશે નજીકનાં દિવસોમાં જ આવી મોટી ભેટ

આનંદો ગુજરાત… પાછલા અનેક વર્ષથી જેની રાહ જોવામાં આવી રહી છે અને એક સમયે સપના સમાન લાગતો આ પ્રોજેક્ટ હાલ પૂર્ણતાનાં આરે જોવામાં આવી રહ્યો હોવાથી ગુજરાત આનંદીત જોવામાં આવી રહ્યું છે. વાત થઇ રહી છે ગુજરાતની સૌથી ઉંચા ગિરીમાળા પર રોપ વેનાં સપનાની. બીલકુલ સાચુ સમજ્યા છો આપ, સૌરાષ્ટ્રનાં  જૂનાગઢમાં આવેલ ગરવા ગિરનાર પર […]

Gujarat Others
9cc80ca71e8377a8414beeed95132912 અપર સ્ટેશનથી ગિરનાર રોપ વે નું કરાયું ટેસ્ટિંગ, લોકોને મળશે નજીકનાં દિવસોમાં જ આવી મોટી ભેટ

આનંદો ગુજરાત… પાછલા અનેક વર્ષથી જેની રાહ જોવામાં આવી રહી છે અને એક સમયે સપના સમાન લાગતો આ પ્રોજેક્ટ હાલ પૂર્ણતાનાં આરે જોવામાં આવી રહ્યો હોવાથી ગુજરાત આનંદીત જોવામાં આવી રહ્યું છે. વાત થઇ રહી છે ગુજરાતની સૌથી ઉંચા ગિરીમાળા પર રોપ વેનાં સપનાની. બીલકુલ સાચુ સમજ્યા છો આપ, સૌરાષ્ટ્રનાં  જૂનાગઢમાં આવેલ ગરવા ગિરનાર પર રોપવે ટ્રોલીનું સફળ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. 

પ્રથમવાર અપર સ્ટેશન પરથી ટ્રોલીનું ટેસ્ટિગ કરાયુ છે. ગિરનાર અપર સ્ટેશને રોપ વે ટ્રોલીનું ટેસ્ટિંગ સફળતા સાથે કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી રહી છે. અગાઉ લોઅર સ્ટેશન પરથી 3 ટ્રોલીનું ટેસ્ટિંગ કરાયુ હતું તે પણ સફળ રહ્યું હતું. જો કે, ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું હોય અને આ કામ ખુબ જ જોખમી હોય, માણસોની જગ્યાએ સામાન ભરી ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. હાલ અપર સ્ટેશનનું કામ પૂર્ણતાને આરે જોવામાં આવી રહ્યું છે, ત્યારે પ્રથમવાર અપર સ્ટેશન પરથી ટ્રોલીનું ટેસ્ટિગ કરાયુ હોવાથી ગિરનાર રોપ વે નજીકનાં ભવિષ્યમાં જ ચાલું થઇ જશે તેવી પૂર્ણ આશાથી લોકોમાં રોમાંચ જોવામાં આવી રહ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews