Not Set/ અમદાવાદ/ કેડીલા ફાર્માના વધુ 7 કર્મચારીના કોરોના રીપોર્ટ પોઝિટિવ, સમગ્ર યુનિટ થયું સીલ

ગુજરાત રાજ્યમાં કોરોના સંકટ દિવસે ને દિવસે ઘેરાતું જઈ રહ્યું છે.  અમદાવાદની હાલત ચિંતા જનક બનતી જાય છે. અમદાવાદ ધીરેધીરું બીજું અમેરિક બનવા તરફ પ્રયાણ કરી રહ્યું હોય તેમ લાગી હ્યું છે. હવે અમદાવાદ શહેર સહિત જિલ્લાના ગામડાઓમાં પણ કોરોના વકરતો જોવા મળી રહ્યો છે. અમદાવાદના ધોળકા પાસે આવેલી કેડીલા ફાર્માસ્યુટીકલ કંપનીના 21 કર્મચારી ગતરોજ […]

Ahmedabad Gujarat
421fa85b7de109e7bb9180df34731951 અમદાવાદ/ કેડીલા ફાર્માના વધુ 7 કર્મચારીના કોરોના રીપોર્ટ પોઝિટિવ, સમગ્ર યુનિટ થયું સીલ
421fa85b7de109e7bb9180df34731951 અમદાવાદ/ કેડીલા ફાર્માના વધુ 7 કર્મચારીના કોરોના રીપોર્ટ પોઝિટિવ, સમગ્ર યુનિટ થયું સીલ

ગુજરાત રાજ્યમાં કોરોના સંકટ દિવસે ને દિવસે ઘેરાતું જઈ રહ્યું છે.  અમદાવાદની હાલત ચિંતા જનક બનતી જાય છે. અમદાવાદ ધીરેધીરું બીજું અમેરિક બનવા તરફ પ્રયાણ કરી રહ્યું હોય તેમ લાગી હ્યું છે. હવે અમદાવાદ શહેર સહિત જિલ્લાના ગામડાઓમાં પણ કોરોના વકરતો જોવા મળી રહ્યો છે. અમદાવાદના ધોળકા પાસે આવેલી કેડીલા ફાર્માસ્યુટીકલ કંપનીના 21 કર્મચારી ગતરોજ કોરોના પોઝિટીવ આવ્યા હતા.

ત્યાર બાદ આજે વધુ સાત કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યો છે. 21 કર્મચારી બાદ વધુ 7 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ધોળકાના ત્રાસદ ગામ પાસે આવેલી કેડીલા ફાર્મા કંપનીમાં કોરોનાને કેર જોવા મળ્યો છે.

તાત્કાલિક અસરથી અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીએ તાકીદના પગલા લીધા છે અને આ  ફાર્મા કંપનીના યુનિટને સીલ કરી દેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદથી અપડાઉન કરતા મોટાભાગના કર્મચારીઓને કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ધોળકામાં આવેલા કેડિલા ફાર્મા યુનિટનો પ્લાન્ટ ત્રાસદમાં આવેલો છે. આ સાથે જ એવી નોટિસ પણ ફટકારવામાં આવી હતી કે, હવે આગામી નોટિસ ન મળે ત્યાં સુધી સમગ્ર પ્લાન્ટને બંધ રાખવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.