Not Set/ અમરેલી જિલ્લા માટે માઠા સમાચાર, કોરોનાના નોંધાયા વધુ બે પોઝિટિવ

અમરેલી જિલ્લામાં કોરોના ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે.  જિલ્લામાં કોરોના વાયરસના વધુ બે કેસ સામે આવ્યા છે.અમરેલીના સાવરકુંડલાના નાના ઝીંઝુડામાં 45 વર્ષના મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  આ સિવાય અમરેલીના ચાડીયા ગામના એક 42 વર્ષના પુરૂષનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.  આપણે જાણવી દઈએ કે  20 મેના રોજ આ યુવક અમદાવાદના બાપુનગરથી તેના વતન […]

Gujarat Others
05abe1962fc6e48b473c9fa9de676031 અમરેલી જિલ્લા માટે માઠા સમાચાર, કોરોનાના નોંધાયા વધુ બે પોઝિટિવ

અમરેલી જિલ્લામાં કોરોના ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે.  જિલ્લામાં કોરોના વાયરસના વધુ બે કેસ સામે આવ્યા છે.અમરેલીના સાવરકુંડલાના નાના ઝીંઝુડામાં 45 વર્ષના મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  આ સિવાય અમરેલીના ચાડીયા ગામના એક 42 વર્ષના પુરૂષનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. 

આપણે જાણવી દઈએ કે  20 મેના રોજ આ યુવક અમદાવાદના બાપુનગરથી તેના વતન ચાડીયા ગામમાં આવ્યો હતો. તેઓને તાવ, ખાંસી અને શ્વાસોશ્વાસમાં તકલીફના લક્ષણો જણાતાં 22 મેના રોજ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ આ દર્દીઓના કોન્ટેક્ટમાં આવેલા તમામના ટ્રેસિંગની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.આ સાથે અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટીવ દર્દીની સંખ્યા 4 પર પહોંચી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.