Not Set/ અમિતાભ બચ્ચને કોરોના થયા બાદ વાયરલ થઇ હરિવંશરાય બચ્ચનની આ કવિતા

સુપરસ્ટાર અમિતાભ બચ્ચન કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા બાદ દેશભરમાં તેમના સાજા થવા માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. દરેકને એ વાતનો પણ વિશ્વાસ છે કે બોલિવૂડનો બાદશાહ વિજયી થઈને આવશે. જેવા સમાચાર આવ્યા કે સદીના મહાનાયકને મહામારીએ તેની ચપેટમાં લીધા છે. ત્યારેથી જ તેમના પિતા હરિવંશરાય બચ્ચનની એક કવિતા સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ […]

Uncategorized
5ea8f8b343a260d457a994ce15decd8e અમિતાભ બચ્ચને કોરોના થયા બાદ વાયરલ થઇ હરિવંશરાય બચ્ચનની આ કવિતા

સુપરસ્ટાર અમિતાભ બચ્ચન કોરોના વાયરસ પોઝિટિવ આવ્યા બાદ દેશભરમાં તેમના સાજા થવા માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. દરેકને એ વાતનો પણ વિશ્વાસ છે કે બોલિવૂડનો બાદશાહ વિજયી થઈને આવશે. જેવા સમાચાર આવ્યા કે સદીના મહાનાયકને મહામારીએ તેની ચપેટમાં લીધા છે. ત્યારેથી જ તેમના પિતા હરિવંશરાય બચ્ચનની એક કવિતા સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે. યુઝર્સ લખ્યું છે કે આજના સમયમાં આ કવિતા ખૂબ જ યોગ્ય છે. કવિતામાં હરીવંશરાય બચ્ચન સંદેશ આપી રહ્યા છે કે દુશ્મન અદૃશ્ય છે અને વિનાશ તેનું લક્ષ્ય છે, પરંતુ જો આપણે સાવચેતી રાખીએ તો આપણે બચીને રહીશું.

 शत्रु ये अदृश्य है,

विनाश इसका लक्ष्य है,

कर न भूल,

तू जरा भी ना फिसल,

मत निकल, मत निकल, मत निकल।

हिला रखा है विश्व को,

रुला रखा है विश्व को,

फूंक कर बढ़ा कदम,

जरा संभल,

मत निकल, मत निकल, मत निकल।

उठा जो एक गलत कदम,

कितनों का घुटेगा दम,

तेरी जरा सी भूल से,

देश जाएगा दहल,

मत निकल, मत निकल, मत निकल।

संतुलित व्यवहार कर,

बन्द तू किवाड़ कर,

घर में बैठ,

इतना भी तू ना मचल।

मत निकल, मत निकल, मत निकल।

અમિતાભ અને રેખાનો બંગલો થશે સેનિટાઈઝ

અમિતાભ બચ્ચનની સાથે કોરોના વાયરસ પણ રેખાના બંગલે પહોંચ્યો છે. બિગ બીને કોરોના પોઝિટિવ મળ્યા બાદ મુંબઈ મહાનગર પાલિકા કમર કસી છે. અમિતાભ બચ્ચનની સાથે અભિનેત્રી રેખાના બંગલાના સિક્યુરિટી ગાર્ડને પણ કોરોના પોઝિટિવ મળી આવ્યો છે. હવે બીએમસીએ બંને બંગલાઓને સંપૂર્ણ રીતે સફાઇ કરવાની યોજના બનાવી છે. આ સાથે જ અમિતાભના સ્ટાફ સભ્યોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.