Not Set/ અમેરિકી રાષ્ટ્રપતિએ ચીની એપ TikTok ને બેન કરવાનો આપ્યો સંકેત

  અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે, તેઓ અમેરિકામાં વધી રહેલી લોકપ્રિય ટિકટોક એપ ને બંધ કરી દેશે. તેમણે કહ્યું કે, યુએસ અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે તેના દ્વારા પ્રાપ્ત માહિતી ચીનનાં ગુપ્તચર વિભાગ દ્વારા ઉપયોગમાં લેવામાં આવી રહી છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, જ્યાં સુધી ટિકટોક સંબંધિત ચિંતાની […]

World
e3da83bf7ae73531ca566aa96d8da375 અમેરિકી રાષ્ટ્રપતિએ ચીની એપ TikTok ને બેન કરવાનો આપ્યો સંકેત
 

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે, તેઓ અમેરિકામાં વધી રહેલી લોકપ્રિય ટિકટોક એપ ને બંધ કરી દેશે. તેમણે કહ્યું કે, યુએસ અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે તેના દ્વારા પ્રાપ્ત માહિતી ચીનનાં ગુપ્તચર વિભાગ દ્વારા ઉપયોગમાં લેવામાં આવી રહી છે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, જ્યાં સુધી ટિકટોક સંબંધિત ચિંતાની વાત છે, અમે અમેરિકામાં તેના પર પ્રતિબંધ લગાવીશું. આપને જણાવી દઈએ કે સિલિકોન વેલીનાં નિષ્ણાંતોએ અમેરિકાને અપીલ કરી હતી કે ભારતની જેમ અમેરિકાએ પણ ટિકટોક ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. યુએસ પહેલા ભારતમાં આ ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટ્રમ્પે પણ આ પ્રતિબંધ અંગે અગાઉ સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું કે અધિકારીઓએ આ વિષય પર ચિંતા વ્યક્ત કરી છે કે અમારી માહિતી ચીનનાં ગુપ્તચર વિભાગને પહોંચાડવામાં આવી રહી છે.

આપને જણાવી દઈએ કે, ગત વર્ષે ડિસેમ્બરમાં યુએસ આર્મીએ પણ તેના સૈનિકો દ્વારા ટિકટોકનાં ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમણે એપ્લિકેશનને સલામતીની દ્રષ્ટિએ ખતરો ગણાવ્યો હતો. યુએસ નેવીએ પણ સમાન પ્રતિબંધો લાદ્યા છે. ફેબ્રુઆરીમાં, ટિકટોકે યુ.એસ. ફેડરલ ટ્રેડ કમિશનને 57 લાખ ડોલર ચૂકવવા સંમત થયા હતા, જેમાં ટિકટોક ઉપર 13 વર્ષથી ઓછી વયનાં બાળકોનાં નામ, ઇમેઇલ્સનો સમાવેશ થાય છે. તેમના પર ગેરકાયદેસર રીતે સરનામું, તેનું સ્થાન વગેરેની વ્યક્તિગત માહિતી એકઠી કરવાનો આરોપ હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.