Not Set/ ઇંગ્લેન્ડ સામે India U-19 ટીમે ૫-૦ થી ક્લીનસ્વીપ કરી રચ્યો ઈતિહાસ

ભારતની અન્ડર-૧૯ ટીમે પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખતા પાંચમી અને અંતિમ યુવા વનડે ક્રિકેટ મેચમાં મેજબાન ઇંગ્લેન્ડ અન્ડર-૧૯ ને ખુબ જ નજીકની મેચમાં એક વિકેટથી હરાવી પાંચ મેચની શ્રેણીમાં ૫-૦ થી ક્લીન સ્વીપ કરી હતી. ઇંગ્લેન્ડે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા નવ વિકેટે ૨૨૨ રન બનાવ્યા હતા. તેના જવાબમાં ભારતીય ટીમે ૪૯.૨ ઓવરમાં નવ વિકેટે […]

Sports
24601 ઇંગ્લેન્ડ સામે India U-19 ટીમે ૫-૦ થી ક્લીનસ્વીપ કરી રચ્યો ઈતિહાસ

ભારતની અન્ડર-૧૯ ટીમે પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખતા પાંચમી અને અંતિમ યુવા વનડે ક્રિકેટ મેચમાં મેજબાન ઇંગ્લેન્ડ અન્ડર-૧૯ ને ખુબ જ નજીકની મેચમાં એક વિકેટથી હરાવી પાંચ મેચની શ્રેણીમાં ૫-૦ થી ક્લીન સ્વીપ કરી હતી.

ઇંગ્લેન્ડે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા નવ વિકેટે ૨૨૨ રન બનાવ્યા હતા. તેના જવાબમાં ભારતીય ટીમે ૪૯.૨ ઓવરમાં નવ વિકેટે ૨૨૬ રન બનાવી પોતાના વિજયી અભિયાનને ચાલુ રાખ્યું હતું. ઇંગ્લેન્ડ તરફથી લિયામ બેક્સે સૌથી વધુ ૫૧ રન બનાવ્યા જયારે હૈરી બ્રુક્સે ૪૯ તથા નીચલા
ક્રમના બેટ્સમેન ટોમ લૈમનબાઈએ ૩૧ અને હેનરી બ્રુક્સે અણનમ ૨૫ રનનું યોગદાન આપ્યું હતું.

ભારતીય ટીમ તરફથી લેગ સ્પિનર રાહુલ ચાહરે ૬૩ રન આપી ચાર અને ડાબા હાથના સ્પિનર અભિષેક શર્માએ ૩૩ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી

ભારતે આ અગાઉ બે મેચની યુવા ટેસ્ટ શ્રેણીમાં ૨-૦ થી જીત મેળવી હતી.

એટલું જ નહી આ જીત સાથે જ ભારતની અન્ડર-૧૯ ટીમે પ્રથમ વખત ૫ મેચની શ્રેણીને ૫-૦ થી જીત છે, આ જીત સાથે જ ભારતીય અન્ડર-૧૯ ટીમ વિશ્વની પાંચમી એવી ટીમ બની ગઈ છે જે ૨ દેશોની શ્રેણીને ૫-૦ થી સફાયો કર્યો હતો.