Not Set/ ઉત્તર કેરોલિનામાં ભૂકંપનાં ભયાનક આંચકા અનુભવાયા

સમગ્ર વિશ્વમાં આજે કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. જ્યા વિશ્વ કોરોનાને પસ્ત કરવામાં આગળ વધી રહ્યુ છે ત્યારે અન્ય એક મુસિબત સામે આવી રહી હોય તેવુ લાગી રહ્યુ છે. જી હા અહી વાત અલગ-અલગ દેશોમાં આવી રહેલા ભૂકંપની થઇ રહી છે. તાજેતરમાં ભૂકંપનો આંચકો ઉત્તર કેરોલિનામાં અનુભવાયો હતો. ઉત્તર કેરોલિનામાં જોરદાર ભૂકંપનાં આંચકા અનુભવાયા […]

World
6911fac6549589dbb49f8066ea5bc45a ઉત્તર કેરોલિનામાં ભૂકંપનાં ભયાનક આંચકા અનુભવાયા

સમગ્ર વિશ્વમાં આજે કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. જ્યા વિશ્વ કોરોનાને પસ્ત કરવામાં આગળ વધી રહ્યુ છે ત્યારે અન્ય એક મુસિબત સામે આવી રહી હોય તેવુ લાગી રહ્યુ છે. જી હા અહી વાત અલગ-અલગ દેશોમાં આવી રહેલા ભૂકંપની થઇ રહી છે. તાજેતરમાં ભૂકંપનો આંચકો ઉત્તર કેરોલિનામાં અનુભવાયો હતો.

ઉત્તર કેરોલિનામાં જોરદાર ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. મળતી માહિતી મુજબ 9 ઓગસ્ટે સવારે 5.1 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ધરતીકંપની તીવ્રતા 5.1 નોંધાઇ છે. જો કે આંચકાથી કોઈને ઈજા પહોંચ્યા હોવાના અહેવાલ નથી, પરંતુ સ્પાર્ટામાં આવેલી ઇમારતોને થોડું નુકસાન થયું છે. રસ્તા પર તિરાડો પડી ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ભૂકંપ છેલ્લા 100 વર્ષોમાં સૌથી ઝડપી ભુકંપ છે. ભૂકંપના ચિત્રો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં જોઇ શકાય છે કે સુપર સ્ટોરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.