Not Set/ કોંગ્રેસમાં ચાર કાર્યકારી પ્રમુખની નિમણૂક કરાઈ પ્રમુખ ભરતસિંહની સત્તા કપાઇ

ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિના પ્રદેશ સંગઠન અને શહેર-જિલ્લા પ્રમુખોની નિમણૂક અને ફેરફાર કર્યા પછી પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોંલકીની સત્તા પર કાપ મૂકીને ચાર કાર્યકારી પ્રમુખની નિમણૂક કરાઇ છે. આ પ્રકારના આશ્ચર્યજનક ફેરફાર પાછળ પ્રમુખની કાર્યપ્રણાલી સામે અગાઉ દિલ્હી મોવડી મંડળ સુધી ફરિયાદ કરાઇ હતી. આ ફરિયાદના પગલે ચાર કાર્યકારી પ્રમુખની નિમણૂક કરીને પ્રમુખની પાંખો કાપવામાં […]

India
Gujarat congress l ie કોંગ્રેસમાં ચાર કાર્યકારી પ્રમુખની નિમણૂક કરાઈ પ્રમુખ ભરતસિંહની સત્તા કપાઇ

ગુજરાત પ્રદેશ કોગ્રેસ સમિતિના પ્રદેશ સંગઠન અને શહેર-જિલ્લા પ્રમુખોની નિમણૂક અને ફેરફાર કર્યા પછી પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોંલકીની સત્તા પર કાપ મૂકીને ચાર કાર્યકારી પ્રમુખની નિમણૂક કરાઇ છે. આ પ્રકારના આશ્ચર્યજનક ફેરફાર પાછળ પ્રમુખની કાર્યપ્રણાલી સામે અગાઉ દિલ્હી મોવડી મંડળ સુધી ફરિયાદ કરાઇ હતી. આ ફરિયાદના પગલે ચાર કાર્યકારી પ્રમુખની નિમણૂક કરીને પ્રમુખની પાંખો કાપવામાં આવી છે. શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં રહ્યા હોત તો પણ ચાર કાર્યકારી પ્રમુુખની નિમણૂક કરવાનું નક્કી જ હતું.કાર્યકારી પ્રમુખ તરીકે સૌરાષ્ટ્ર-કચ્છ મોટો વિસ્તાર હોવાથી પરેશ ધાનાણી, કુંવરજી બાવળિયાની નિમણૂક કરાઇ છે. આ બંને નેતાઓ તેમની આંતરિક સમજણથી જિલ્લાઓનું વિભાજન કરશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને સાંસદ તુષાર ચૌધરીની નિમણૂક કરાઇ છે. ઉપરાંત ઉત્તર ગુજરાતમાં રાજ્યના પૂર્વ મંત્રી કરસનદાસ સોનેરીની નિમણૂક કરાઇ છે.