Not Set/ કોરોનાનોકહેર/ જામનગરમાં એક સાથ સાત નવા કેસ, એક દર્દીના મોતથી હાહાકાર

રાજ્યભરમાં કોરોનાનો કહેર આમ તો યથાવત જોવામાં આવી રહ્યો છે, સરકાર અને તંત્ર દ્વારા તમામ પગલા પછી પણ કોરોનાનું સંક્રમણ ફેલાતુ જ જોવામાં આવી રહ્યુ છે અને દિવસેને દિવસે વધતા જતા કેસ અને મોતની સંખ્યાનાં કારણે તંત્ર સહિત લોકો પણ હતપ્રભ જોવામાં આવી રહ્યા છે. કોરોનાએ ફરી જામગરમાં હાહાકાર મચાવ્યો હોવાની આંકડાકીય માહિતી સામે આવી […]

Gujarat Others
e2995357e3c9013ede7653e441a8f60c 1 કોરોનાનોકહેર/ જામનગરમાં એક સાથ સાત નવા કેસ, એક દર્દીના મોતથી હાહાકાર

રાજ્યભરમાં કોરોનાનો કહેર આમ તો યથાવત જોવામાં આવી રહ્યો છે, સરકાર અને તંત્ર દ્વારા તમામ પગલા પછી પણ કોરોનાનું સંક્રમણ ફેલાતુ જ જોવામાં આવી રહ્યુ છે અને દિવસેને દિવસે વધતા જતા કેસ અને મોતની સંખ્યાનાં કારણે તંત્ર સહિત લોકો પણ હતપ્રભ જોવામાં આવી રહ્યા છે. કોરોનાએ ફરી જામગરમાં હાહાકાર મચાવ્યો હોવાની આંકડાકીય માહિતી સામે આવી રહી છે. 

જી હા,જામનગરમાં કોરોનાનો કહેર યથાવત જોવામાં આવતા 65 વર્ષીય દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાની વિગતો સામે આવી રહી છે. તો એક મોતની સાથે સાથે આજે નવા 7 કેસ પોઝિટિવ નોંધાયા હોવાથી હાહાકાર જોવામાં આવી રહ્યો છે. સોઢાના ડેલા વિસ્તારના વધુ બે પોઝિટિવ નોંધાયા છે, તો મોરકંડા રોડ સેટેલાઇટ વિસ્તારમાં એક કેસ પોઝિટિવ નોંધાયો છે. કોરોનાનાં વધતા કેસનાં કારણે તંત્ર પણ ચિંતીત જોવામાં આવી રહ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews