Not Set/ #કોરોનાસંકટ/ સંઘપ્રદેશ દમણમાં ફસાયેલા 58 NRIને મુંબઇ એરપોર્ટ પરથી લંડન રવાના કરાયા

વિશ્વમાં અનેક લોકો છે જે પોતાના કામકાજને કારણે વિદેશમાં ગયા હોય કે વિદેશમાં ટેમ્પરારી વસવાટ કરતા હોય અને કોરોનાનાં વિશ્વ વ્યાપી લોકડાઉનમાં ફસાયને જેતે સ્થળે જ અટવાઇ ગયા હોય. કોરોનાનાં કહેરને કારણે દુનિયાનાં તમામ દેશો દ્વારા પોતાની આતંરરાષ્ટ્રીય ફેલાઇટો રદ કરી દેવામાં આવી હતી જે હાલ પણ બંધ છે. ત્યારે તમામ દેશો બીજા દેશોમાં ફસાયેલા […]

World
837ccee22b8a2b82db3762c73862ab5a #કોરોનાસંકટ/ સંઘપ્રદેશ દમણમાં ફસાયેલા 58 NRIને મુંબઇ એરપોર્ટ પરથી લંડન રવાના કરાયા

વિશ્વમાં અનેક લોકો છે જે પોતાના કામકાજને કારણે વિદેશમાં ગયા હોય કે વિદેશમાં ટેમ્પરારી વસવાટ કરતા હોય અને કોરોનાનાં વિશ્વ વ્યાપી લોકડાઉનમાં ફસાયને જેતે સ્થળે જ અટવાઇ ગયા હોય. કોરોનાનાં કહેરને કારણે દુનિયાનાં તમામ દેશો દ્વારા પોતાની આતંરરાષ્ટ્રીય ફેલાઇટો રદ કરી દેવામાં આવી હતી જે હાલ પણ બંધ છે. ત્યારે તમામ દેશો બીજા દેશોમાં ફસાયેલા પોતાના નાગરીકને જે તે દેશ સાથે સંક્લન કરી પાછા બોલાવી રહ્યા છે. આપને યાદ હશે કે ભારતે પણ વિશ્વભરમાંથી પોતાના નાગરીકોને આવી જ રીતે એટલે કે એરલિફ્ટ કર્યા હતા. ખાસ કરીને જે ભારતીયો ઇરાનમાં ફસાયા હતા તેમને સ્પેશિયલ પ્રોગ્રમ અંતરગત એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.  આજ રીતે યુરોપ અને ખાસ કરીને બ્રિટન દ્વારા પણ ભારતમાં ફસાયેલા પોતાનાં નાગરીકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. અમદાવાદથી પણ લંડન સુધીની સ્પેશિયલ ફ્લાઇટની સગવળ કરવામાં આવી હતી. ફરી એક વખત NRI યાત્રીઓને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. 

જી હા, ગુજરાતની ભાગોળે આવેલા સંઘ પ્રદેશ દમણથી 58 જેટલા NRI યાત્રીઓને મુંબઇ લઇ જવામાં આવ્યા હતા અને મુંબઇ એરપોર્ટ પરથી પોતાના માદરે વતન માટે રવાના કરાયા હતા. બ્રિટિશ સરકાર અને ભારત સરકાર દ્વારા તમામ NRIને લંડન મોકલવામાં આવ્યા છે.સંધ પ્રદેશ દમણમા ફસાયેલા આ બ્રિટનઅને યુરોપીયન NRI ને 2 બસ અને  3 ઇનોવા કાર મારફતે મુંબઈ એરપોર્ટ લઈ જવામાં આવ્યા હતા. મૂળ દમણના અને હાલ લંડન સ્થાઈ થયેલ તમામ લોકોને સ્પેશિયલ વિમાન મારફતે લંડન મોકલવાની વ્યાવસ્થા કરવામાં આવી છે. તમામ 58 NRI યાત્રીઓને પરત લંડન જવા માટે બ્રિટિશ સરકારે સ્પેશિયલ વિમાન મોકલ્યું હતું જે વિમાન મારફતે તમામ યાત્રી લંડન પરત ફર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન