Not Set/ કોરોના સંકટ વચ્ચે ભારતીય સેના અને ચીની સેના આમને-સામને, ઘણા જવાનો ઘાયલ

ચીનનાં વુહાનથી નીકળેલા કોરોના વાયરસથી સમગ્ર દુનિયા પરેશાન છે. આ રોગચાળાનાં સમયમાં પણ, ચીન સરહદ પર પોતાની હરકતોથી ચર્ચામાં બની રહ્યુ છે. જેના કારણે ફરી એકવાર ભારતીય સૈન્ય અને ચીની સૈનિકો સિક્કિમમાં સામ-સામે આવ્યા છે. આ સમય દરમિયાન કેટલાક જવાનોને ઈજા પહોંચાવાના સમાચાર પણ સામે આવ્યા છે, જો કે આ મામલો ઉકેલાઇ ગયો છે. ભારતીય […]

India
3dd705c57a39f41b2fde4beba2ca87e4 1 કોરોના સંકટ વચ્ચે ભારતીય સેના અને ચીની સેના આમને-સામને, ઘણા જવાનો ઘાયલ

ચીનનાં વુહાનથી નીકળેલા કોરોના વાયરસથી સમગ્ર દુનિયા પરેશાન છે. આ રોગચાળાનાં સમયમાં પણ, ચીન સરહદ પર પોતાની હરકતોથી ચર્ચામાં બની રહ્યુ છે. જેના કારણે ફરી એકવાર ભારતીય સૈન્ય અને ચીની સૈનિકો સિક્કિમમાં સામ-સામે આવ્યા છે. આ સમય દરમિયાન કેટલાક જવાનોને ઈજા પહોંચાવાના સમાચાર પણ સામે આવ્યા છે, જો કે આ મામલો ઉકેલાઇ ગયો છે. ભારતીય સેનાનાં જણાવ્યા અનુસાર આવી ઘટના ઘણા સમય પછી બની છે.

સમાચાર એજન્સી એએનઆઈએ સુત્રોનાં હવાલેથી જણાવ્યું છે કે, ઉત્તર સિક્કિમની સરહદ પર ભારતીય અને ચીની સૈનિકો સામ-સામે આવી ગઇ હતી. ચીની સૈનિકો આક્રમક વલણ બતાવી રહ્યા હતા, જેનો ભારતીય સૈનિકોએ પણ તે જ ભાષામાં જવાબ આપ્યો. આ સમય દરમિયાન બંને પક્ષનાં કેટલાક સૈનિકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જોકે આ મામલો થોડા સમય પછી ઉકેલાયો હતો. સૈન્યનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર સરહદનો કોઈ સમાધાન નથી, આવી સ્થિતિમાં ઘણીવાર અસ્થાયી મુકાબલો થવાની સ્થિતિ સર્જાય છે. ભારતીય સૈનિકોએ સમજદારી બતાવીને પ્રોટોકોલ મુજબ આ મામલો ઉકેલી લીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.