Not Set/ ક્ચ્છ/ કોંગ્રેસમાં ભડકો,આંતરિક વિવાદ સપાટી પર

લોકડાઉનની સ્થિતિ વચ્ચે કચ્છ કોંગ્રેસમાં આંતરિક વિવાદ પરાકાષ્ટાએ પહોંચ્યો છે. કચ્છ જીલ્લા કોંગ્રેસના પ્રમુખ તરફથી વિથ કોંગ્રેસના માનસી શાહને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનો લેટર સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. એકતરફ પ્રમુખ આવા નિર્ણય અંગે ઇનકાર કરી રહ્યા છે બીજીતરફ તેમના નામથી પત્ર વહેતો થયો છે ત્યારે વિથ કોંગ્રેસના માનસી શાહે જણાવ્યું કે,હાલની સ્થિતિમાં અમને ભાજપ […]

Gujarat Others
aa2db94bbc11ba8d3adaa9e63cd4dfa0 ક્ચ્છ/ કોંગ્રેસમાં ભડકો,આંતરિક વિવાદ સપાટી પર

લોકડાઉનની સ્થિતિ વચ્ચે કચ્છ કોંગ્રેસમાં આંતરિક વિવાદ પરાકાષ્ટાએ પહોંચ્યો છે. કચ્છ જીલ્લા કોંગ્રેસના પ્રમુખ તરફથી વિથ કોંગ્રેસના માનસી શાહને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનો લેટર સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. એકતરફ પ્રમુખ આવા નિર્ણય અંગે ઇનકાર કરી રહ્યા છે બીજીતરફ તેમના નામથી પત્ર વહેતો થયો છે ત્યારે વિથ કોંગ્રેસના માનસી શાહે જણાવ્યું કે,હાલની સ્થિતિમાં અમને ભાજપ સામે કોરોના સામે અને અમારા કોંગ્રેસી કાર્યકરો સામે પણ લડવું પડે છે.

વિથ કોંગ્રેસના સભ્યોની નિમણુંક દિલ્હીથી થાય છે અને જીલ્લા પ્રમુખને સસ્પેન્ડ કરવાની સત્તા હોતી નથી દરમિયાન કોંગ્રેસના પ્રમુખ સ્થાનેથી એવી માહિતી પ્રસિદ્ધ કરાઈ કે વિથ કોંગ્રેસએ કોંગ્રેસની પાંખ નથી પણ એન.જી.ઓ. સંસ્થા છે ત્યારે કોંગ્રેસની પાંખો વચ્ચે જ ઝગડા વધ્યા છે ક્ચ્છ કોંગ્રેસમાં અગાઉ પણ કાર્યકરોની નારાજગી સામે આવી ચૂકી છે ત્યારે વિથ કોંગ્રેસના માનસી શાહને પક્ષવિરોધી પ્રવૃતિ બદલ સસ્પેન્ડ કરાયા હોવાનો લેટર વાયરલ થયા બાદ હવે મામલો ગરમાયો છે અને આંતરિક કલેહ બહાર આવી રહ્યો છે.

કૌશિક છાયા, મંતવ્ય ન્યુઝ -ભુજ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.