Not Set/ જૂનાગઢમાં મનપાનાની ગાડી પર લાગ્યા “ગાડી પ્રજાના પૈસે ફરે છે’ના સ્ટીકર, આ છે મુખ્ય કારણ

સમગ્ર વિશ્વમાં કોરોનાએ કહેર મચાવી દીધો છે અને જ્યાં જુઓ ત્યાં કોરોના…કોરોનાના જ સમાચાર છે, ત્યારે આ સ્થિતિમાં રાજ્યમાં આવેલ જૂનાગઢમાંથી એક અનોખા સમાચાર સામે આવ્યા છે.  વાત કરીએ આ સમાચારની તો, જૂનાગઢમાં આવેલ જનતા ગેરેજનાં સભ્યો સોમવારે મનપા ખાતે દોડી ગયા હતા. અહિં એમના કાર્યકરોએ મનપાની કુલ 8 કારમાં સ્ટિકર મારી દીધા હતા. ત્યારબાદ […]

Gujarat Others
913f6117eb33df23f1dea9815c5c602e જૂનાગઢમાં મનપાનાની ગાડી પર લાગ્યા “ગાડી પ્રજાના પૈસે ફરે છે’ના સ્ટીકર, આ છે મુખ્ય કારણ

સમગ્ર વિશ્વમાં કોરોનાએ કહેર મચાવી દીધો છે અને જ્યાં જુઓ ત્યાં કોરોના…કોરોનાના જ સમાચાર છે, ત્યારે આ સ્થિતિમાં રાજ્યમાં આવેલ જૂનાગઢમાંથી એક અનોખા સમાચાર સામે આવ્યા છે.  વાત કરીએ આ સમાચારની તો, જૂનાગઢમાં આવેલ જનતા ગેરેજનાં સભ્યો સોમવારે મનપા ખાતે દોડી ગયા હતા. અહિં એમના કાર્યકરોએ મનપાની કુલ 8 કારમાં સ્ટિકર મારી દીધા હતા.

ત્યારબાદ આ વાતની જાણ મહાનગરપાલિકાનાં કર્મચારીઓને થતા એમને તાત્કાલિક પોલીસને જાણકારી આપી હતી. જનતા ગેરેજના કાર્યકર્તાઓ સ્થળ પર હાજર રહ્યા હતાં. જેને લીધે પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને જનતા ગેરેજના કુલ 5 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. આ ગાડી પ્રજાના પૈસે ફરી રહી છે એવા સ્ટીકરો અધિકારીઓની ગાડીમાં લાગતા વાતાવરણ તંગ બની ગયું હતું.

આ અંગે જનતા ગેરેજના સભ્યોએ જણાવ્યું હતું કે, મનપાની ગાડીઓ બેફામ દોડી રહી છે તથા એને લીધે પ્રજાના નાણાંનો બરબાદ થાય છે માટે આ સ્ટિકર લગાડવામાં આવ્યા હતાં. જો કે, ત્યારબાદ મામલો વધારે ગરમાયો હતો તેમજ એક તબક્કે સ્ટિકર ન ઉખેડે તો FIR કરવાની વાત આવતાં જનતા ગેરેજનાં સભ્યો જાતે જ સ્ટિકર ઉખેડી નાંખવા માટે મજબૂર બન્યા હતાં.

મનપાની ગાડીઓનો બેફામ ઉપયોગ થઇ રહેલો છે. ખાસ કરીને તો પ્રાઇવેટ કાર્યક્રમમાં તથા અધિકારીઓના પરિવાર માટે ગાડીઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્ટિકર મારવાથી કોઇપણ નાગરિકના ધ્યાનમાં આવે કે આ ગાડી ખોટી રીતે ફરી રહી છે તો કમિશ્નર, CM તથા PM સુધી રજૂઆત કરી શકે તેની માટે સ્ટિકર મારવામાં આવ્યાં હતા. ત્યારબાદ યોગ્ય કરવાની ખાત્રી આપતા સ્ટિકર ઉખેડી નાંખવામાં આવ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.