Not Set/ જેતપુરમાં હાર્દિકના કાફલા પર હૂમલો, સમર્થકોને ગણાવ્યા ભાજપના માણસો

જેતપુરઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ પાસના કન્વીનર હાર્દિક પટેલના કાફલા પર રાજકોટ જિલ્લાના જેતપુરમાં વિરોધ થયો હતો. વિરોધી જૂથે હાર્દિક પટેલ મુર્દાબાદના સૂત્રો પોકારીને વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન અન્ય એક જૂથ ધોકા લઈને હાર્દિકના સમર્થનમાં નીકળ્યું હતું. આ અંગે હાર્દિક પટેલ સાથે વાત કરતાં હથિયાર સાથે નીકળેલા લોકો તેના સમર્થકો ન હોવાનું જણાવ્યું હતું. આ […]

Gujarat
hardikpatelpti m1 1 જેતપુરમાં હાર્દિકના કાફલા પર હૂમલો, સમર્થકોને ગણાવ્યા ભાજપના માણસો

જેતપુરઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ પાસના કન્વીનર હાર્દિક પટેલના કાફલા પર રાજકોટ જિલ્લાના જેતપુરમાં વિરોધ થયો હતો. વિરોધી જૂથે હાર્દિક પટેલ મુર્દાબાદના સૂત્રો પોકારીને વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન અન્ય એક જૂથ ધોકા લઈને હાર્દિકના સમર્થનમાં નીકળ્યું હતું. આ અંગે હાર્દિક પટેલ સાથે વાત કરતાં હથિયાર સાથે નીકળેલા લોકો તેના સમર્થકો ન હોવાનું જણાવ્યું હતું.

આ હુમલા અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, પાટીદારોમાં કોઇ પ્રકારનો મતભેદ નથી. અમારા કાફલા પર ભાજપના મંત્રીઓ દ્વારા હૂમલો કરાવવામાં આવ્યો છે.

ફંડમાં ગેરરીતી મામલે હાર્દિક પટેલ પર ઉઠી રહેલા સવાલ પર હાર્દિક પટેલે જવાબ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે, ફંડમાં કોઇ જ ખોટું નથી કર્યું. હાર્દિક પટેલે જલારામ બાપાના દર્શન કર્યા વગર પાછો નહી જવાની જીદ પણ પકડી હતી.