Not Set/ જો જો કોરોના હજુ યથાવત છે…આ જીલ્લાનાં તમામ તાલુકા કોરોનાની ઝપેટમાં આવી ગયા…

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાનો કહેર યથાવત જોવામાં આવી રહ્યો છે. જે કોરોનાએ અમેરિકા જેવી વિશ્વ મહાસત્તાનાં છોતરા વેરી નાખ્યા હોય તેવું સામે આવી રહ્યું છે, તે કોરોનાને આપણે હળવાશથી લઇ જ ન શકીએ. જી હા, કોરોનાને કારણે લાગુ કરાવામાં આવેલ લાંબા લોકડાઉનમાં છુટછાટ મળી છે કોરોના ચાલ્યો ગયો નથી અને આ હકીકતો […]

Gujarat Vadodara
e6e6c71a8229aef15173488a92f71c0a જો જો કોરોના હજુ યથાવત છે...આ જીલ્લાનાં તમામ તાલુકા કોરોનાની ઝપેટમાં આવી ગયા...

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાનો કહેર યથાવત જોવામાં આવી રહ્યો છે. જે કોરોનાએ અમેરિકા જેવી વિશ્વ મહાસત્તાનાં છોતરા વેરી નાખ્યા હોય તેવું સામે આવી રહ્યું છે, તે કોરોનાને આપણે હળવાશથી લઇ જ ન શકીએ. જી હા, કોરોનાને કારણે લાગુ કરાવામાં આવેલ લાંબા લોકડાઉનમાં છુટછાટ મળી છે કોરોના ચાલ્યો ગયો નથી અને આ હકીકતો તમામે યાદ રાખવી જોઇએ. હવે તો ઉલટાનું તમામ લોકોએ વધુ સતર્ક રહેવુ જોઇએ, કરાણે કે લોકડાઉન હળવુ કરી દેવામાં આવતા સંક્રમણનો ભય વધ્યા કહી શકાય અને જો ધ્યાન રાખવામાં ન આવે તે આ જીલ્લા જેવી હાલત થતા વાર લાગશે નહીં. 

જી હા, ગુજરાતનો આ એક એવો જીલ્લો છે કે જે જીલ્લાનાં તમામ તાલુકાઓ હાલ કોરોનાની ઝપેટમાં છે. વાત થઇ રહી છે  વડોદરા જીલ્લાની. જી હા, વડોદરાનાં ડેસર તાલુકામાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે.  ડેસર વિસ્તારના વાડી ફળિયામાં રહેતા વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાનાં સંક્રમણનાં પગલે આરોગ્યની ટીમ વાડી ફળિયામાં સેનેટાઇઝિંગની કામગીરી માટે પહોંચી હતી અને ફળિયાના લોકોને કોરન્ટાઈન કર્યા છે.

ઉલ્લેખનીય છે કે  વડોદરા જીલ્લાનાં ડેસરમાં કોરોનાનો પહેલો કેસ નોંધવામાં આવતા વડોદરા જીલ્લાના તમામ તાલુકાઓ કોરોના ગ્રસ્ત થઇ ગયા હોવનું સામે આવી રહ્યું છે. ડેસરમાં કોરોનાની એન્ટ્રીને પગલે વડોદરા રાજ્યનો પ્રથમ અવો જીલ્લા બન્યો છે કે જ્યાર તમામ તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાવામાં આવ્યા હોય. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….