Gujarat Crime News/ નડિયાદમાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો

ખેડાના નડિયાદમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર સ્ટેટ મોનિટરીંગ સેલ(એસએમસી)ના અધિકારીઓ દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે દેશી દારૃનો જથ્થા સાથે મુદદ્દામાલ પણ કબજે કર્યો હતો. 

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 02 28T122017.447 નડિયાદમાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો

@ નિકુંજ પટેલ

  • દેશી દારૂ સહિત 8 લાખનો મુદ્દ્માલ કબજે, એકની આરોપીની ધરપકડ 10 ફરાર

ખેડાના નડિયાદમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર સ્ટેટ મોનિટરીંગ સેલ(એસએમસી)ના અધિકારીઓએ દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે દેશી દારૃનો જથ્થો, દારૂ બનાવવાની સામગ્રી અને વાહનો મળીને 7.98 લાખનો મુદદ્દામાલ કબજે કર્યો હતો.  પોલીસે એક શખ્સની ધરપકડ કરી હતી. જોકે 10 આરોપી ફરાર થઈ જતા પોલીસે તેમની શોધ હાથ ધરી છે. ખેડાના નડિયાદમાં એક્સપ્રેસ હાઈવે નજીક દેશી દારૂની ભટ્ઠી ચાલતી હોવાની માહિતી SMCના અધિકારીઓને મળી હતી. હાઈવે નજીક નડિયાદ રીંગ રોડ પર આંબાવાડીયા પાછળની કેનાલ પાસે આવેલી દારૂની આ ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડતા નાસભાગ મચી ગઈ હતી.

પોલીસે દારૂની ભઠ્ઠી ચલાવતા પ્રકાશ રાયસિંઘ તળપદાની ધરપકડ કરી હતી. જ્યારે દસ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. અહીંતી પોલીસે રૂ.48,700 ની કિંમતનો દેશી દારૂ, મોબાઈલ, 11,200 રોકડા, 7 લાખ રૂપિયાની કિંમતના આઠ વાહનો, 2080 કિલોગ્રામ ગોળ, પ્લાસ્ટીકના ટબ તથા દારૂ બનાવવાની સામગ્રી મળીને કુલ રૂ. 7,98,005 નો મુદ્દ્માલ કબજે કર્યો હતો. દસ ફરાર આરોપીઓમાં અમદાવાદના અમરાઈવાડીમાં રહેતા પપ્પુભાઈ, વિજયભાઈ, અનવર ઉર્ફે અન્નુ જીગા લક્ષ્મણ તળપદા, ઝાયલો કારનો ક્લીનર, સંજય નગીન તળપદા, રાયસિંહ તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સોનો સમાવેશ થાય છે.


આ પણ વાંચોઃ Gagayan Mission/ગગનયાન મિશનની સફર પર જનાર 4 અવકાશયાત્રીઓ કોણ છે?, શું છે આ ગગનયાન મિશન

આ પણ વાંચોઃ Manipur attack/મણીપુરમાં અપહરણ કરાયેલા ASP અધિકારીનો સુરક્ષાદળોએ કરાવ્યો છુટકારો

આ પણ વાંચોઃ