Not Set/ પિરિયડ લીવ/ ગુજરાતમાં પ્રથમ વાર હવે આ કંપની આપશે મહિલાઓને પીરીયડ લીવ

  સુરતની એક ખાનગી કંપનીએ તેમની કંપનીમાં કામ કરતી મહિલાઓ માટે એક અનોખી રજા પોલીસી બહાર પાડી છે.સુરતની ડિજિટલ માર્કેટિંગ કંપનીએ તેમની કંપનીમાં કામ કરતી મહિલા કર્મચારી માટે વર્ષની 12 પિરિયડ લીવ આપવાની જાહેરાત કરી છે. આ પ્રકારની કંપની દ્વારા પોતાના મહિલા કર્મચારીને કરાયેલી રજાની જાહેરાત ગુજરાતમા પ્રથમ વખત સામે આવી છે. તો મહિલા કર્મચારીમાં […]

Gujarat Surat
0768620974fe3d81584dbd39caa76a05 પિરિયડ લીવ/ ગુજરાતમાં પ્રથમ વાર હવે આ કંપની આપશે મહિલાઓને પીરીયડ લીવ
 

સુરતની એક ખાનગી કંપનીએ તેમની કંપનીમાં કામ કરતી મહિલાઓ માટે એક અનોખી રજા પોલીસી બહાર પાડી છે.સુરતની ડિજિટલ માર્કેટિંગ કંપનીએ તેમની કંપનીમાં કામ કરતી મહિલા કર્મચારી માટે વર્ષની 12 પિરિયડ લીવ આપવાની જાહેરાત કરી છે. આ પ્રકારની કંપની દ્વારા પોતાના મહિલા કર્મચારીને કરાયેલી રજાની જાહેરાત ગુજરાતમા પ્રથમ વખત સામે આવી છે. તો મહિલા કર્મચારીમાં પણ આ પ્રકારના કંપનીના નિર્યયથી ખુશી જોવા મળી છે.

મહિલાઓ માટે દર મહિને આવતા પિરિયડના પાંચ દિવસ ખુબજ કઠિન અને મુશ્કેલી ભર્યા હોય છે .તેમાં પણ મહિલાને પિરિયડના પ્રથમ દિવસે ખુબજ મુશ્કેલી થતી હોય છે. પરંતુ તે આ વાત જ્યારે મહિલા નોકરી કરતી હોય છે ત્યારે ઓફિસ સ્ટાફમાં કોઈને કહી શકતી નથી.અને આ વાત માત્ર મહિલાઓ જ સમજી શક્તિ હોય છે. ત્યારે સુરતની વિપણન (IVIPANAN ) ડિજિટલ માર્કેટિંગ કંપનીએ મહિલાની આ સમસ્યાને સમજી છે. મોટી વાત તો એ છે કે આ કંપનીના માલિક એક પુરુષ છે અને પુરુષ થઈ ને માહિલાઓની આવી સમસ્યાને સમજી છે.

જી હા, ડિજિટલ કંપનીના મલિક ભૌતિક શેઠ દ્વારા મહિલાઓ માટે એવી પોલીસી બહાર પાડી છે જે બીજી નાની મોટી તમામ કંપનીઓ માટે ઉદાહરણ બની રહી છે. કંપનીના મલિક દ્વારા તેમની કંપનીમાં કામ કરતી તમામ મહિલા માટે વિશેષ પિરિયડ લીવ પોલીસી જાહેર કરી છે. મહિલાઓ માટે વર્ષ ની 12 પિરિયડ લીવ આપવાની જાહેરાત કરી છે. મહિલાઓ પિરિયડમાં આવે છે ત્યારે દુખાવા થી લઈ અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે અને આ કારણ તેઓ કોઈને કહી પણ નથી શકતી ઉપરાંત મહિલાઓને પિરિયડના પાંચ દીવસ પૈકી પ્રથમ દિવસની શરૂઆતમાં વધુ માનસિક તણાવ અનુભવતી હોય છે જેને લઈ તે કામમાં પણ ધ્યાન આપી નથી શકતી અને કંપનીમાં કોઈને કહી પણ નથી શકતી. જેથી મહિલાની આ સમસ્યા ને સમજી કંપનીના માલિક ભૌતિક શેઠ દ્વારા મહિલાનોના પગાર ન કપાય તે રીતે વિશેષ 12 પિરિયડ લીવની જાહેરાત કરી છે. અને તેનો ઉપયોગ મહિલા પિરિયડના પાંચ દિવસમાંથી જે દિવસે વધુ દુઃખવો કે સમસ્યા થતી હોય ત્યારે કોઈને કહ્યા વગર માત્ર મેઈલ કરી રજા લઈ શકે છે.

મહિલાઓ માટે પીરિયડના દિવસો દરમિયાન થતો દુ:ખાવો અસહ્ય હોય છે. ખાસ કરીને વર્કિંગ વુમન માટે આ દિવસો ખૂબ જ મુશ્કેલીભર્યા હોય છે. આ દિવસોમાં મૂડ સ્વિંગ, બ્રેસ્ટમાં દુ:ખાવો તેમજ હેવી બ્લીડિંગ સહિતની ફરિયાદ યુવતીઓ કરતી હોય છે. પીરિયડના 5 દિવસો એવા હોય છે જ્યારે કામ કરવાની વાત તો દૂર બેસવાનું પણ મુશ્કેલ બને છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી સુરતની એક કંપનીએ મહિલા કર્મચારીઓ માટે જે રીતે પેડ પીરિયડ લીવ જાહેર કરી છે.તેને લઈ કંપનીમાં કામ કરતી મહિલાઓ પણ ખૂબ ખુશી આનુભવી રહી છે.અને આ પ્રકારની પોલીસી તમામ નાની મોટી કંપનીઓએ મહિલાઓ માટે લાગુ કરવી જોઈએ અને સરકારે પણ આવી પોલિસી વિશે વિચારી તમામ કંપની માટે લાગુ કરાવી જોઈએ તેવી આશા વ્યક્ત કરી હતી.

સુરતની વિપણન (IVIPANAN ) ડિજિટલ માર્કેટિંગ કંપની દ્વારા જે મહિલાઓને ધ્યાને રાખી પિરિયડ લીવ ની પોલિસી બહાર પાડ વામાં આવી છે તેને લઇ કંપની પ્રોડક્ટિવિટીફમાં અને મહિલાની કાર્યકરવાની ક્ષમતા પણ વધે છે ત્યારે આ પ્રકારનું જાહેરાતથી મહિલા કર્મચારી પોતાને વધુ સુરક્ષિત આનુભવી રહી છે.

ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યુઝ, સુરત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.