Not Set/ પોરબંદરઃ બરડા ડુંગરમાં ફોરેસ્ટના 3 કર્મચારીઓ અચાનક થયા ગુમ

પોરબંદર વનવિભાગ પર ભારે વરસાદનું કહેર વરસ્યુ હોય તેવી વિજળીક ઘટના સામે આવી છે. જી હા, પોરબંદરની ભાગોળે આવેલા અને વન વિભાગ દ્વારા આરક્ષિત જંગલ તરીકે જાહેર કરવામાં આવેલા બરડા ડુંગરમાં ફોરેસ્ટના 3 કર્મચારીઓ ગુમ થઇ ગયાની ઘટના ઘટી છે. એક તરફ પાછલા દિવસોથી સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. બરડા જંગલનાં તમામ નદી નાળા […]

Gujarat Others
6b537a7a4e57f909e7586be9e6849f89 પોરબંદરઃ બરડા ડુંગરમાં ફોરેસ્ટના 3 કર્મચારીઓ અચાનક થયા ગુમ

પોરબંદર વનવિભાગ પર ભારે વરસાદનું કહેર વરસ્યુ હોય તેવી વિજળીક ઘટના સામે આવી છે. જી હા, પોરબંદરની ભાગોળે આવેલા અને વન વિભાગ દ્વારા આરક્ષિત જંગલ તરીકે જાહેર કરવામાં આવેલા બરડા ડુંગરમાં ફોરેસ્ટના 3 કર્મચારીઓ ગુમ થઇ ગયાની ઘટના ઘટી છે. એક તરફ પાછલા દિવસોથી સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. બરડા જંગલનાં તમામ નદી નાળા સહિત ત્યાંથી પસાર થતી ભાદર સહિતની નદીઓ બે કાંઠે વહી રહી છે, ત્યારે જંગલમાં ફરજ પર હતા તેવા 3 વન કર્મચારીઓ અચાનક ગુમ થઇ જતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

સામે આવી રહેલી વિગતો અનુસાર વન વિભાગનાં ગુમ થયેલા 3 કર્મચારીઓમાં 1 મહિલા સહિ અને ર પુરુષ કર્મચારીઓ લાપતા છે. બરડા ડુંગરનાં જંગલ વિસ્તારમાં આવેલા ગોઢાણા નજીક આવેલા કુંડ પાસેથી લાપતા થયાની પ્રાથમીક માહિતી સામે આવી રહી છે. ગુમ કર્મચારીઓની ગાડી રસ્તા પરથી મળી આવી છે. ગઈકાલ સાંજથી કર્મચારીઓ સંપર્ક વિહોણા થઇ ગયા હતા. ઘટનાની જાણ પોલીસ અને વન વિભાગને કરવામા આવતા તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. વન વિભાગ અને પોલીસ દ્વારા ટીમ બનાવી તમામ કર્મચારીની શોઘ આદરવામાં આવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews