Not Set/ બાયડનાં કોંગી ધારાસભ્ય પર જીવનું જોખમ, SPને પત્ર લખી આવી કરી માંગ…

બાયડના કોંગી ધારાસભ્ય પર જીવનું જોખમ હોવાનું ખુદ ઘારાસભ્ય દ્વારા જ કહેવામાં આવી રહ્યું છે. આટલું જ નહીં ધારાસભ્ય જશુ પટેલ દ્વારા એસપીને પત્ર લખી સુરક્ષા માટેની માંગણી પણ કરવામાં આવી છે. ધારાસભ્ય જશુ પટેલ દ્વારા એસપીને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, પોતે ધારાસભ્ય તરીકે સત્તા સ્થાન સામે આક્રમક રજૂઆતો કરી હોવાનાં કારણે પોતાનાં જીવને જોખમ ઉભું થયું છે.  […]

Gujarat Others
7f1b224f770569fa9e5443f172c3d004 બાયડનાં કોંગી ધારાસભ્ય પર જીવનું જોખમ, SPને પત્ર લખી આવી કરી માંગ...

બાયડના કોંગી ધારાસભ્ય પર જીવનું જોખમ હોવાનું ખુદ ઘારાસભ્ય દ્વારા જ કહેવામાં આવી રહ્યું છે. આટલું જ નહીં ધારાસભ્ય જશુ પટેલ દ્વારા એસપીને પત્ર લખી સુરક્ષા માટેની માંગણી પણ કરવામાં આવી છે. ધારાસભ્ય જશુ પટેલ દ્વારા એસપીને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, પોતે ધારાસભ્ય તરીકે સત્તા સ્થાન સામે આક્રમક રજૂઆતો કરી હોવાનાં કારણે પોતાનાં જીવને જોખમ ઉભું થયું છે. 

એસપીને લખેલા પત્રમાં ધારાસભ્ય જશુ પટેલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, જો તેમને કે તેમના પરિવારને કઈ થશે તો માટે તંત્ર જવાબદાર રહેશે. ધારાસભ્ય જશુ પટેલને અસંતુષ્ટો દ્વારા હુમલાનો ભય સતાવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે જ આયોજનનાં કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવાની સાથે સાથે કલેકટરની કેબિનમાં નીચે બેસી વિરોધ દર્શાવતા ધારાસભ્ય જશું પટેલે શર્ટ કાઢી રામધૂન સાથે આંદોલન શરુ કર્યું હતું. રામઘૂન કરી આંદોલન કરી રહેલા ધારાસભ્યની સાથે જીલ્લાનાં કોંગી પ્રમુખ સહિત કાર્યકરો પણ જોડાયા હતા. સમગ્ર મામલે જીલ્લા કલેક્ટરનું ઘ્યાન ખેંચી ભ્રષ્ટાચારને ડેમવાની અને લોકોના કામ સારી રીતે કરવાની માંગ સાથે આવનાર દિવસોમાં આ આંદોલન તેજ અને વ્યાપક બનાવવાની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે. જો કે, પોલીસ દ્વારા બાદમાં તેમની અટકાયત કરી લેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews