Not Set/ ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને હાઈકોર્ટે આજીવન કેદની સજા ફટકારી

2004માં ગોંડલમાં વાછરા ગામના નિલેશ મોહન રૈયાણી હત્યા કેસમાં 3 આરોપીઓને હાઈકોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે… જેમાં ગોંડલ ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, અમરજીતસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ પ્રવિણસિંહ ઉર્ફે ભોગતરાણાનો સમાવેશ થાય છે… 8 ફેબ્રુઆરી 2004ની રાત્રે ગોંડલમાં જેસિંગ કાળા ચોકમાંથી જીપમાં પસાર થઇ રહેલા નિલેશ રૈયાણી, જયેશ સાટોડિયા અને રામજી મારકણા કન્યા છાત્રાલય અને […]

Gujarat
IMG 20170811 WA0042 ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને હાઈકોર્ટે આજીવન કેદની સજા ફટકારી

2004માં ગોંડલમાં વાછરા ગામના નિલેશ મોહન રૈયાણી હત્યા કેસમાં 3 આરોપીઓને હાઈકોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે… જેમાં ગોંડલ ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, અમરજીતસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ પ્રવિણસિંહ ઉર્ફે ભોગતરાણાનો સમાવેશ થાય છે… 8 ફેબ્રુઆરી 2004ની રાત્રે ગોંડલમાં જેસિંગ કાળા ચોકમાંથી જીપમાં પસાર થઇ રહેલા નિલેશ રૈયાણી, જયેશ સાટોડિયા અને રામજી મારકણા કન્યા છાત્રાલય અને ત્યાંથી પરત રાજવાડી તરફ જઇ રહ્યા હતા ત્યારે ત્રણ ગાડીમાં આવેલા જયરાજસિંહ, અમરજીતસિંહ જાડેજા સહિતના આરોપીઓએ ફાયરિંગ કરીને નિલેશ રૈયાણીની હત્યા કરી હતી… આ ઘટના બાદ આરોપીઓએ વિક્રમસિંહની હત્યાનો બદલો લેવા પૂર્વયોજિત કાવતરું રચીને હત્યા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો… મહત્વનુ છે કે નિલેશ રૈયાણીની હત્યા 2004માં કરવામાં આવી હતી.. ત્યાર બાદ 2010માં નીચલી કોર્ટે બધા આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.. ત્યાર બાદ આ કેસને હાઈકોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો.. ત્યારે હવે હાઈકોર્ટ દ્વારા ત્રણ આરોપીઓને સજા ફટકારવામાં આવી…આ સમગ્ર ઝઘડો જમીન વિવાદમાં થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો સાથે કહેવામાં આવી રહ્યું છે કે આ જમીન વિવાદમાં અત્યારસુધીમાં ત્રણ હત્યાઓ થઈ ચૂકી છે. જો કે હાઈકોર્ટે આપેલા ચુકાદાને આગામી 45 દિવસમાં સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાશે…પરંતુ જો ભાજપના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત ન મળી તો તેઓ વિધાનસભામાંથી પણ ડિસ્ક્વોલીફાઇડ થઈ શકે છે…