Not Set/ ભાવનગર/ નદીએ કપડા ધોવા ગયેલા માતા પુત્રની ડૂબી જવાથી મોત

ભાવનગરના વલ્લભીપુર પંથકમાં નદીમાં કપડા ધોવા ગયેલ મહિલા અને તેનાં દીકરાનું નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના બનતા સમગ્ર પંથકમાં ગમગીની ફેલાવી દીધી છે. જણાવીએ કે ભાવનગર જીલ્લાનાં વલ્લભીપુર તાલુકાના તોતણીયાળા ગામે રહેતા કોળી દક્ષાબેન ભાવેશભાઇ બાવળયા તેના આઠ વર્ષનાં પુત્ર વિરને લઇ ગામના પાદરે પસાર થતી નદીનાં કાંઠે […]

Gujarat Others
b3ac5b539c27fca6e4aeba65188fe7ed ભાવનગર/ નદીએ કપડા ધોવા ગયેલા માતા પુત્રની ડૂબી જવાથી મોત

ભાવનગરના વલ્લભીપુર પંથકમાં નદીમાં કપડા ધોવા ગયેલ મહિલા અને તેનાં દીકરાનું નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના બનતા સમગ્ર પંથકમાં ગમગીની ફેલાવી દીધી છે.

જણાવીએ કે ભાવનગર જીલ્લાનાં વલ્લભીપુર તાલુકાના તોતણીયાળા ગામે રહેતા કોળી દક્ષાબેન ભાવેશભાઇ બાવળયા તેના આઠ વર્ષનાં પુત્ર વિરને લઇ ગામના પાદરે પસાર થતી નદીનાં કાંઠે કપડા ધોવા ગયા હતા. ત્યારે અચાનક પુત્ર વીરનો પગ લપસી જતા તે નદીનાં પડ્યો હતો. દીકરાને ડૂબતો જોઈ  તેને બચાવવા માતાએ પણ નદીમાં ઝંપલાવ્યુ હતુ. માતા-પુત્ર બંને નદીનાં પાણીમાં ડુબી જતા બંનેના કરૂણ મોત નિપજયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.