Not Set/ ભાવનગર/ સર ટી હોસ્પિટલની ગંભીર બેદરકારી, 10 સપ્ટે કોરોનાથી મોત-અંતિમ સંસ્કાર 27 સપ્ટે. ???

ભાવનગરની સર ટી હોસ્પિટલ ફરી એક વખત વિવાદનાં ઘેરામાં જોવામાં આવી રહી છે. આ વખતે ભાવનગરની સર ટી હોસ્પિટલનું કારણ પણ ગભીર બેદરકારી તરીકે લેવું પડે તેવું હોવાની વિગતો સામ આવી રહી છે. એક તરફ સરકાર. તંત્ર અને લોકો કોરોનાનાં કહેર વચ્ચે જીવી રહ્યા છે અને સાથે કોરોનાનાં સંક્રમણ અને મોતનો આંકડા ઉભો રહેવાનું નામ નથી લઇ […]

Gujarat Others
8bba81e7dd0667669fbc3b7f190ebc13 ભાવનગર/ સર ટી હોસ્પિટલની ગંભીર બેદરકારી, 10 સપ્ટે કોરોનાથી મોત-અંતિમ સંસ્કાર 27 સપ્ટે. ???

ભાવનગરની સર ટી હોસ્પિટલ ફરી એક વખત વિવાદનાં ઘેરામાં જોવામાં આવી રહી છે. આ વખતે ભાવનગરની સર ટી હોસ્પિટલનું કારણ પણ ગભીર બેદરકારી તરીકે લેવું પડે તેવું હોવાની વિગતો સામ આવી રહી છે. એક તરફ સરકાર. તંત્ર અને લોકો કોરોનાનાં કહેર વચ્ચે જીવી રહ્યા છે અને સાથે કોરોનાનાં સંક્રમણ અને મોતનો આંકડા ઉભો રહેવાનું નામ નથી લઇ રહ્યો ત્યારે, ભાવનગરની સર ટી હોસ્પિટલમાં કોરોના મૃતકનો મૃતદેહની કાળજી ન લેવામાં આવી હોવાની ગંભીર ભૂલ સામે આવી રહી છે. 

ભાવનગરની સર ટી હોસ્પિટલમાં કોરોના મૃતકનો મૃતદેહ 18 દિવસ સુધી પી.એમ રૂમમાં પડી રહ્યો હોવાની વિગતો સનસનાટી મચાવી રહી છે.  
ભાવનગરની સર ટી હોસ્પિટલમાં 
કોરોના મૃતકની તંત્ર અંતિમવિધિ કરવાનું જ ભૂલી ગયું!

મૃતક યુવકનાં વૃદ્ધ માતા-પિતા પણ ઘટનાથી અજાણ હોવાની રાવ ઉઠી છે. મૃતક યુવકનું નામ તરલભાઇ મહેતા હતું અને 8 સપ્ટેમ્બરે હાર્ટ પ્રોબ્લેમ તેઓ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બાદમાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને 10 સપ્ટેમ્બરે તેમનું કોરોનાનાં કારણે મોત નીપજ્યું હતું. જ્યારે તેમનાં અંતિમ સંસ્કાર 27 સપ્ટેમ્બરે કરવામાં આવ્યા હતા.  
 

કોરોનાથી મોત પણ તંત્રનાં ચોપડે રેકોર્ડ નહીં..? આવી ઘોર બેદરકારી કેવી રીતે ચલાવી લેવાય ? શું આમ કન્ટ્રોલ થઇ જશે કોરોના ? જવાબદારો આવું બેજવાબદાર વર્તન કર્યા સુધી કરતા રહેશે ? પગલા લેવાશે કે કેમ?  કેવા અને કયા પગલા લેવાશે ?

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews