Not Set/ રસ્તેે રઝડતા મૃતદેહ મામલે CM રુપાણી આકરા પાણીઓ, કર્યા આવા આદેશ

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા તાજેતરમાં સિવિલ હોસ્પિટલમાંથી રજા અપાયેલા દર્દીનો મૃતદેહ બી. આર ટી એસ બસ સ્ટેન્ડ દાણી લીમડા પાસેથી મળી આવવાની ઘટનાની સંપૂર્ણ તલસ્પર્શી તપાસ માટે આદેશ કર્યો છે. મુખ્યમંત્રીએ આ ઘટનાની તપાસ પૂર્વ આરોગ્ય અગ્ર સચિવ જે પી ગુપ્તાને સોંપવાનો પણ નિર્ણય લીધો છે. તેમણે પોતાનો આ તપાસ અહેવાલ 24 કલાકમાં રાજ્ય સરકારને આપી દેવાની […]

Ahmedabad Gujarat
62c7a85036e0e1f0be2a9ca35a04c147 રસ્તેે રઝડતા મૃતદેહ મામલે CM રુપાણી આકરા પાણીઓ, કર્યા આવા આદેશ
62c7a85036e0e1f0be2a9ca35a04c147 રસ્તેે રઝડતા મૃતદેહ મામલે CM રુપાણી આકરા પાણીઓ, કર્યા આવા આદેશ

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા તાજેતરમાં સિવિલ હોસ્પિટલમાંથી રજા અપાયેલા દર્દીનો મૃતદેહ બી. આર ટી એસ બસ સ્ટેન્ડ દાણી લીમડા પાસેથી મળી આવવાની ઘટનાની સંપૂર્ણ તલસ્પર્શી તપાસ માટે આદેશ કર્યો છે. મુખ્યમંત્રીએ આ ઘટનાની તપાસ પૂર્વ આરોગ્ય અગ્ર સચિવ જે પી ગુપ્તાને સોંપવાનો પણ નિર્ણય લીધો છે. તેમણે પોતાનો આ તપાસ અહેવાલ 24 કલાકમાં રાજ્ય સરકારને આપી દેવાની  સૂચનાઓ પણ મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા આ મામલે સ્પષ્ટ સંકેત આપવામાં પણ આવ્યા છે કે, આ ઘટનામાં  જે  કોઈ જવાબદાર જણાશે તેની સામે કડક  પગલાં ભરવાની કાર્યવાહી પણ કરાશે. ગુજરાત પર કોરોનાનો કહેર વરસી રહ્યો હોય ત્યારે આવી ઘટના તંત્રની ઘોરબેદરકારીની સાથે સાથે નિંભરતા પણ ઉજાગર કરે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….