Not Set/ રાજકોટમાં ધીમીધારે પડી રહ્યો છે વરસાદ, ભારે ઉકળાટથી લોકોને મળી રાહત

  રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને રાજકોટ જિલ્લામાં પણ મેઘ સવારી અવરિત ચાલુ છે અને લગભગ મોટા ભાગનાં વિસ્તારોમાં મેઘરાજાએ અનરાધાર વરસીને લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. રાજકોટમાં આજે સવારથી ધીમીધારે વરસાદી વરસી રહ્યો છે. રાજકોટમાં વરસાદનાં કારણે શહેરીજનોને ભારે ઉકળાટથી રાહત મળી છે. ધીમીધારે પડી રહેલા વરસાદનાં કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.  રાજકોટમાં છેલ્લા એક  […]

Rajkot Gujarat
5e0d2aa83cdbe21c200f5b27ac6efeb0 રાજકોટમાં ધીમીધારે પડી રહ્યો છે વરસાદ, ભારે ઉકળાટથી લોકોને મળી રાહત

 

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને રાજકોટ જિલ્લામાં પણ મેઘ સવારી અવરિત ચાલુ છે અને લગભગ મોટા ભાગનાં વિસ્તારોમાં મેઘરાજાએ અનરાધાર વરસીને લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. રાજકોટમાં આજે સવારથી ધીમીધારે વરસાદી વરસી રહ્યો છે. રાજકોટમાં વરસાદનાં કારણે શહેરીજનોને ભારે ઉકળાટથી રાહત મળી છે. ધીમીધારે પડી રહેલા વરસાદનાં કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 

રાજકોટમાં છેલ્લા એક  અઠવાડિયાથી વરસાદની બેટિંગ ચાલુ છે. ઘણા એવા વિસ્તારો છે જ્યા ભારે વરસાદ પડી રહ્યો છે. તો વળી જો આજી નદીની વાત કરીએ તો ધીમીધારે વરસાદ પડી રહ્યો હોવાથી નદીનું રૌદ્ર સ્વરૂપ શાંત થયુ છે. આપને જણાવી દઇએ કે, રાજકોટમાં આજી નદીમાં રાજકોટ શહેર અને આજી ડેમનાં ઉપવાસનાં વિસ્તારમાં ભારે વરસાદનાં કારણે ડેમમાં પાણીની પુષ્કળ આવક નોંઘવામાં આવી હતી. ડેમ છલકાતા નદી બે કાંઠે ધસમસતા પ્રવાહ સાથે રૌદ્ર રુપે વહી રહી હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટનાં પ્રખ્યાત રામનાથ મહાદેવનું મંદિર નદીનાં પ્રવાહમાં ગરક થઇ ગયુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.