Not Set/ રાજકોટ – અમદાવાદ વચ્ચે નહીં થઇ શકે અવરજવર, રાજકોટ કલેક્ટરનો કડક આદેશ જાહેર

બેકાબૂ કાળમુખાનાં વધતા સંક્રમણને ધ્યાનમાં રાખી સરકાર હાલ એક્સન મોડમાં જોવામાં આવી રહી છે. અમદાવાદમાં સંપૂર્ણ લોકડાઉન બાદ સુરતમાં શાકભાજી યાર્ડમાં કામગરી સસ્પેન્ડ કરવાની સાથે સાથે  લગભગ તમામ શહેરોમાં રાત્રે 7 થી સવારે 7 સુઘી સંપૂર્ણ લોકડાઉન લાગુ કર્યા બાદ સરકારનો વધુ એક કડક નિર્ણય સામે આવી રહ્યો છે. જી હા, હવે અમદાવાદ અને રાજકોટ […]

Gujarat Rajkot
fd870839061a21ff8bddb680b59485b2 રાજકોટ - અમદાવાદ વચ્ચે નહીં થઇ શકે અવરજવર, રાજકોટ કલેક્ટરનો કડક આદેશ જાહેર

બેકાબૂ કાળમુખાનાં વધતા સંક્રમણને ધ્યાનમાં રાખી સરકાર હાલ એક્સન મોડમાં જોવામાં આવી રહી છે. અમદાવાદમાં સંપૂર્ણ લોકડાઉન બાદ સુરતમાં શાકભાજી યાર્ડમાં કામગરી સસ્પેન્ડ કરવાની સાથે સાથે  લગભગ તમામ શહેરોમાં રાત્રે 7 થી સવારે 7 સુઘી સંપૂર્ણ લોકડાઉન લાગુ કર્યા બાદ સરકારનો વધુ એક કડક નિર્ણય સામે આવી રહ્યો છે. જી હા, હવે અમદાવાદ અને રાજકોટ વચ્ચે મુસાફરી નહીં કરી શકાય

રાજ્યભરમાં કોરોનાના કહેર વચ્ચે અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે, જેથી સાવચેતીના ભાગરૂપે રાજકોટ કલેક્ટર રેમ્યા મોહને રાજકોટથી અમદાવાદ અને અમદાવાદથી રાજકોટ આવવા પર પ્રતિબંધ મૂક્યો છે. લોકડાઉન વચ્ચે રાજકોટથી માત્ર મેડિકલ ઇમરજન્સી અને એબ્યુલન્સ જ અવરજવર કરી શકશે. નોંધનીય છે. કે અમદાવાદથી રાજકોટ આવેલી વ્યક્તિનો રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે અને સંક્રમિત કેસોની સંખ્યામાં વધારોના થાય તે હેતુથી કલેક્ટર રેમ્યા મોહનએ નિર્ણય લીધો છે.

જુઓ આ સંપૂર્ણ અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતનાં માધ્યમથી…………….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન