Not Set/ રાજકોટ/ સિવિલમાં જલ્દી જ જોવા મળશે કોરોનાનાં દર્દીઓની સેવા કરતો અધ્યતન રોબર્ટ

સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યું છે. દેશમાં કોરોનાનો કહેર અનેક ગણો વધતો જોવામાં આવીરહ્યો છે. દેશ સહિત ગુજરાતમાં કોરોના સામેની લડાઇમાં સૌથી વધુ કોઇને અસરો થઇ હોય તો તે કોરોના સામે લડતા કોરોના વોરિયર્સ છે. જી હા, અનેક કોરોના વોરિયર્સ કોરોના સામે લડતા લડતા કોરોનાની ચપેટમાં આવી ગયા છે. અનેક વોરિયર્સમાં પણ સૌથી વધુ માઠી […]

Tech & Auto
9dbe7c3af27bf741a88ee81f917a023b રાજકોટ/ સિવિલમાં જલ્દી જ જોવા મળશે કોરોનાનાં દર્દીઓની સેવા કરતો અધ્યતન રોબર્ટ

સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે ઝઝુમી રહ્યું છે. દેશમાં કોરોનાનો કહેર અનેક ગણો વધતો જોવામાં આવીરહ્યો છે. દેશ સહિત ગુજરાતમાં કોરોના સામેની લડાઇમાં સૌથી વધુ કોઇને અસરો થઇ હોય તો તે કોરોના સામે લડતા કોરોના વોરિયર્સ છે. જી હા, અનેક કોરોના વોરિયર્સ કોરોના સામે લડતા લડતા કોરોનાની ચપેટમાં આવી ગયા છે. અનેક વોરિયર્સમાં પણ સૌથી વધુ માઠી અસરો ડોક્ટરો અને મેડિકલ – પેરામેડિકલ સ્ટાફને થઇ છે. ગુજરાત સહિત ભારતભરમાં અનેક ડોક્ટરો અને મેડિકલ – પેરામેડિકલ સ્ટાફે કોરોનાની લડાઇમાં પોતાનાં જીવનની આહુતી આપી છે. ત્યારે ગુજરાત અને તેમાં પણ ખાસ રાજકોટ માટે એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે.

Photo of ગૌરવ:રાજ્યમાં સૌ પ્રથમ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવશે રોબર્ટ નર્સ

જી હા, નજીકના સમયમાં રાજકોટ સિવિલનાં ડોક્ટર્સ કોરોના દર્દીઓની સારવાર કરવા માટે રોબર્ટનો ઉપયોગ કરતા જોવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ રોબર્ટ રાજ્યમાં સૌ પ્રથમ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આજે આવશે જ્યાં રોબર્ટની કામગીરીનો પ્રયોગ કરવામાં આવશે.

rajkot nu robart રાજકોટ/ સિવિલમાં જલ્દી જ જોવા મળશે કોરોનાનાં દર્દીઓની સેવા કરતો અધ્યતન રોબર્ટ

મળતી માહિતી મુજબ ખાનગી કંપની દ્વારા સંચાલિત રોબર્ટ નર્સ આજે રાજકોટ સિવિલ હોસ્પિટમાં આવશે જેમાં તે કઈ પ્રકારનું કાર્ય કરે છે તે અંગે પ્રયોગ કરવામાં આવશે. કહેવાય રહ્યું છે કે તે તાવનું ટેમ્પરેચર માપશે, જમવાનું આપશે, સમયસર દવાઓ પણ આપશે. આ રોબર્ટનું નિર્માણ પ્રખ્યાત એન્જીન્યરીંગ કંપની L&T દ્વારા કરવામાં આવ્યું છે. જેની દેખરેખ ગુજરાત CSR ઓથોરિટી રાખશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews