Not Set/ રાજ્યમાં વકરી રહેલા સ્વાઈન ફ્લુ કહેરનો મામલો, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને માળખાગત સુવિધાઓનો અભાવ:અરજદાર

અમદાવાદ, રાજ્યમાં વકરી રહેલા સ્વાઈન ફ્લુ કહેરના મામલે હાઇકોર્ટમાં ફરી એક વાર સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં સરકાર તરફથી એવી દલીલો કોર્ટમાં થઇ હતી કે સરકારી હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુની ફ્રી સારવાર આપવામાં આવે છે. ખાનગી હોસ્પિટલમાં પણ સસ્તી અને ફરી સારવાર ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા ચાલુ છે અને સ્વાઈન ફ્લુમાં કેટેગરી સીના દર્દીઓને આઇસોલેશનની જરૂર નથી. […]

Top Stories Ahmedabad Gujarat
mantavya 309 રાજ્યમાં વકરી રહેલા સ્વાઈન ફ્લુ કહેરનો મામલો, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને માળખાગત સુવિધાઓનો અભાવ:અરજદાર

અમદાવાદ,

રાજ્યમાં વકરી રહેલા સ્વાઈન ફ્લુ કહેરના મામલે હાઇકોર્ટમાં ફરી એક વાર સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં સરકાર તરફથી એવી દલીલો કોર્ટમાં થઇ હતી કે સરકારી હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુની ફ્રી સારવાર આપવામાં આવે છે.

ખાનગી હોસ્પિટલમાં પણ સસ્તી અને ફરી સારવાર ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા ચાલુ છે અને સ્વાઈન ફ્લુમાં કેટેગરી સીના દર્દીઓને આઇસોલેશનની જરૂર નથી.

સરકાર સ્વાઈન ફ્લુને ડામવા માટે યોગ્ય પગલાં લઇ રહી છે અને સિવિલ હોસ્પિટલમાં 30 જેટલા વેન્ટિલેટર પણ ઉપલબ્ધ છે. એટલું જ નહિ બધા દર્દીઓને વેન્ટીલેટરની જરૂર હોતી નથી. જેથી અરજદારનો રિપોર્ટ યોગ્ય ન હોવાનો સરકારનું માનવું છે.

આમ, હાઇકોર્ટે સરકારની રજૂઆતોને સાંભળી હતી તો બીજી તરફ અરજદારે પણ પોતાની રજૂઆત કોર્ટની સમક્ષ મૂકી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે સ્વાઈન ફ્લુથી ચાલુ વર્ષ 65 લોકોના મોત થયા છે.

તેમજ આઈસોલેશન વોર્ડના પ્રોટોકલ ફોલો કરવામાં આવતા નથી. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને માળખાગત સુવિધાઓનો અભાવ પણ છે.

આમ, હાઇકોર્ટે બંને પક્ષને  સાંભળ્યા બાદ કહ્યું હતું કે સ્વાઈન ફ્લુની સારવાર બધા વ્યક્તિઓ સુધી પહોંચે છે. પરંતુ એની ગુણવંતા સુધારવાની જરૂર છે અને હાઇકોર્ટે આ મામલે રાજ્ય સરકારને હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુને લગતી સુવિધા અંગે એફિડેવિટ રજૂ કરવા આદેશ કર્યો છે. અને અરજદારને મ્યુનિસિપલ હોસ્પિટલની મુલાકાત કરવાનો પણ આદેશ કર્યો  હતો . અને હવે આ કેસની વધુ સુનાવણી આગામી મંગળવારે હાથ ધરવામાં આવશે.