Not Set/ લીંબડી શહેરના  મિલ ક્વાર્ટરમાં ગટરનું કામ નહીં કરાતા રહીશોમાં રોષ, મહિલાઓએ પ્રમુખના નામના છાજીયા લીધા

@સચીન પીઠવા મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર લીંબડી શહેરના વોર્ડ નં-5ના મિલ ક્વાર્ટરમાં ગટરનું કામ નહીં કરાતા રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. મિલ ક્વાર્ટર વિસ્તારમાં રહેતા મહિલાઓ નગરપાલિકાએ ધસી આવી પ્રમુખના નામના છાજીયા લીધા હતા. પાલિકા પ્રમુખે કામ કરવાની બાંયધરી આપતા મહિલાઓનો રોષ શાંત પાડયો હતો. લીંબડી શહેરના વોર્ડ નંબર-5ના મિલ ક્વાર્ટરમાં છેલ્લા ઘણાં વર્ષોથી ભુગર્ભ […]

Gujarat Others
2061bd43d95c276cbd56b6a138ea7b2e લીંબડી શહેરના  મિલ ક્વાર્ટરમાં ગટરનું કામ નહીં કરાતા રહીશોમાં રોષ, મહિલાઓએ પ્રમુખના નામના છાજીયા લીધા

@સચીન પીઠવા મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

લીંબડી શહેરના વોર્ડ નં-5ના મિલ ક્વાર્ટરમાં ગટરનું કામ નહીં કરાતા રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. મિલ ક્વાર્ટર વિસ્તારમાં રહેતા મહિલાઓ નગરપાલિકાએ ધસી આવી પ્રમુખના નામના છાજીયા લીધા હતા. પાલિકા પ્રમુખે કામ કરવાની બાંયધરી આપતા મહિલાઓનો રોષ શાંત પાડયો હતો.

લીંબડી શહેરના વોર્ડ નંબર-5ના મિલ ક્વાર્ટરમાં છેલ્લા ઘણાં વર્ષોથી ભુગર્ભ ગટરનું કામ થયુ નથી. વિસ્તારમાં બાવળો ઉગી નીકળતાં જીવ-જંતુનો ત્રાસ વધી ગયો છે. ખુલ્લી ગટરના ગંદા અને દુર્ગંધ યુક્ત પાણીને કારણે મિલ ક્વાર્ટરમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. છતાં સુધરાઈ દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવતો નથી.

ગટરનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિકોને ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. પાલિકા પ્રમુખનો વોર્ડ હોવા છતા પાયાગત સુવિધા નહીં મળતા મિલ ક્વાર્ટરમાં રહેતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. અનેક રજૂઆતો કરવા છતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતા મિલ ક્વાર્ટરમાં રહેતા મહિલાઓનું ટોળું નગરપાલિકા કચેરીએ ધસી આવ્યું હતું. પાલિકા પ્રમુખના નામના છાજીયા લીધા હતા.

ગટરનું વન ટેન્ડર આવ્યું એટલે ખોલ્યું નથી. ધીરૂભાઈ દલવાડી. પ્રમુખ નગરપાલિકા લીંબડી

મિલ ક્વાર્ટરમાં ગટરનું કામ કરવાનું જ છે. ગટરના કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતુ. પરંતુ વન ટેન્ડર આવતા ખોલવામાં આવ્યું નથી. ટૂંક સમયમાં બીજીવાર ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ મિલ ક્વાર્ટર વિસ્તારમાં ગટરનું કામ શરૂ કરવામાં આવશે. બાવળોનું કટીંગ થોડા દિવસમાં ચાલુ કરી દેવામાં આવશે અને દવાનો છંટકાવ કાલથી શરૂ કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.