Not Set/ વડોદરામાં વિશ્વામિત્રીનાં કહેરી પૂરમાં ફસાયેલા 12 લોકોને રેસ્ક્યુ ટીમે બચાવ્યા…

ગુજરાત પર મેઘો ઓળઘોળ છે, અત્ર તત્ર સર્વત્ર સારો વરસાદ હોય ગુજરાતભરમાં પાણી પાણીનાં દ્રશ્યો સાદ્રર્શ છે ત્યારે રાજ્યની તમામ નાની-મોટી નદીએ બે કાંઠે કે બે કાંઠા બહાર વહી રહી છે. આવી જ પરિસ્થિતિ સર્જાઇ હતી વડોદરામાં અને વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીએ પણ એક સમયે રોદ્ર રુપ ધારણ કર્યું હતું. વિશ્વામિત્રીએ આમતો વડોદરાનાં અનેક […]

Gujarat Vadodara
a6539db7049a986198372046e98af572 વડોદરામાં વિશ્વામિત્રીનાં કહેરી પૂરમાં ફસાયેલા 12 લોકોને રેસ્ક્યુ ટીમે બચાવ્યા...

ગુજરાત પર મેઘો ઓળઘોળ છે, અત્ર તત્ર સર્વત્ર સારો વરસાદ હોય ગુજરાતભરમાં પાણી પાણીનાં દ્રશ્યો સાદ્રર્શ છે ત્યારે રાજ્યની તમામ નાની-મોટી નદીએ બે કાંઠે કે બે કાંઠા બહાર વહી રહી છે. આવી જ પરિસ્થિતિ સર્જાઇ હતી વડોદરામાં અને વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીએ પણ એક સમયે રોદ્ર રુપ ધારણ કર્યું હતું. વિશ્વામિત્રીએ આમતો વડોદરાનાં અનેક વિસ્તારોમાં પણી પાણી કરી દીધુ હતું. વડોદરાનાં વડસર અને કોટેશ્વર ગામમાં વિશ્વામિત્રીનાં પાણી ફરીવળતા અનેક લોકો ફસાયા હતા.

ઉલ્લેખનીય છે કે, બે દિવસથી વડસરની કાસા રેસિડેન્સીમાં લોકો ફસાયા હતા. આશરે 100 લોકો કાસા રેસિડેન્સીમાં ફસાયા હોવાની વિગતો સામે આવી રહી છે, જો કે તમામ લોકો નદીમાં પાણીનો પ્રવાહ થોડો મંદ પડતા બહાર કાઢી લેવામાં આવ્યા હતા. વડસરની કાસા રેસિડેન્સીમાં વિશ્વામિત્રીનાં પાણી ફરીવળતા પાણીમાં ફસાયેલા 12 લોકોને બચાવવા તંત્ર મેદાને ઉતર્યું હતું. વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા 12 લોકોને બચાવવા રેસ્ક્યુ કામગીરી હાથ ઘરવામાં આવી હતી અને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews