Not Set/ વડોદરા/ આજે સામે આવ્યા નવા 120 પોઝિટિવ કેસ – 2 દર્દીનાં નીપજ્યા મોત

વડોદરામાં કોરોનાનાં નવા 120 કેસ નોંધવામાં આવતા શહેરમાં કોરોનાનાં કારણે લોકોમા રીતસરનો ભય વ્યાપ્યાની વિગતો સામે આવી રહી છે. જી હા, આજે નોંઘવામાં આવેલા અધધધ 120 નવા પોઝિટિવ કેસ સાથે વડોદરામાં સંક્રમિતોની સંખ્યા વધીને 7818 થઇ ગઇ છે. શહેર તો ઠીક પણ વડોદરાનાં ગામડાઓમાં પણ કોરોના બેકાબુ બનતો જઇ રહ્યો હોવાની આંકડાકિય માહિતીથી લોકોમાં ભય જોવામાં આવી […]

Gujarat Vadodara
293c585a277e629631689d6ed2b58e50 1 વડોદરા/ આજે સામે આવ્યા નવા 120 પોઝિટિવ કેસ - 2 દર્દીનાં નીપજ્યા મોત

વડોદરામાં કોરોનાનાં નવા 120 કેસ નોંધવામાં આવતા શહેરમાં કોરોનાનાં કારણે લોકોમા રીતસરનો ભય વ્યાપ્યાની વિગતો સામે આવી રહી છે. જી હા, આજે નોંઘવામાં આવેલા અધધધ 120 નવા પોઝિટિવ કેસ સાથે વડોદરામાં સંક્રમિતોની સંખ્યા વધીને 7818 થઇ ગઇ છે. શહેર તો ઠીક પણ વડોદરાનાં ગામડાઓમાં પણ કોરોના બેકાબુ બનતો જઇ રહ્યો હોવાની આંકડાકિય માહિતીથી લોકોમાં ભય જોવામાં આવી રહ્યો છે. કોરોનાનાં કારણે આજે વડોદરામાં વધુ 2 લોકોનાં મોત નીપજ્યા છે અને અત્યાર સુધીમાં કોરોનાએ વડોદરામાં 139 લોકોનો ભોગ લીધો છે.  જો કે, 24 કલાકમાં 101 લોકો સાજા થયા છે. અને અત્યાર સુધી 6054 દર્દી સાજા થયા હોવાની વિગતો વિદિત છે. પરંતુ બેકાબુ કોરોનાએ વડોદરાવાસીઓની ઉંધ હરામ કરી નાખી હોવાનું પ્રતિત થઇ રહ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews