Not Set/ વડોદરા શહેરમાં ગંદકીના કારણે રોગચાળો ફેલાયો

વડોદરા શહોરમાં ગંદકીના કારણે રોગચાળો ફેલાયો છે ત્યારે વડોદરાનું સેવાસદન તંત્ર રોગચાળો નાથવામાં નિષ્ફળ નિવડ્યું છે. શહેરના વિવિધ વિસ્તારને ગંદકી મુકત કરવાનાં સેવાસદનનાં વચનો પોકળ સાબિત થયા છે. જોવા જઇએ તો સેવાસદનની ઉત્તર ઝોનની કચેરીની પાછળનાં મેદાનમાં જ પારાવાર ગંદકી જોવા મળી હતી.  ત્યારે ઉત્તર ઝોનની ઓફીસ પાછળ સેવાસદનની ફાઇલેરિયા શાખા અને અર્બન હેલ્થ સેન્ટર […]

Uncategorized

વડોદરા શહોરમાં ગંદકીના કારણે રોગચાળો ફેલાયો છે ત્યારે વડોદરાનું સેવાસદન તંત્ર રોગચાળો નાથવામાં નિષ્ફળ નિવડ્યું છે. શહેરના વિવિધ વિસ્તારને ગંદકી મુકત કરવાનાં સેવાસદનનાં વચનો પોકળ સાબિત થયા છે. જોવા જઇએ તો સેવાસદનની ઉત્તર ઝોનની કચેરીની પાછળનાં મેદાનમાં જ પારાવાર ગંદકી જોવા મળી હતી.  ત્યારે ઉત્તર ઝોનની ઓફીસ પાછળ સેવાસદનની ફાઇલેરિયા શાખા અને અર્બન હેલ્થ સેન્ટર હોસ્પિટલ આવેલી છે. તેમજ આ હોસ્પિટલની આસપાસ જુદા જુદા વિસ્તારમાંથી ભેગો કરેલા કચરોનો નિકાલ કરાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ વિસ્તારના રહીશોની વારંવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઇ નિકાલ લવાતો નથી. ઉલ્લેખનીય છે કે પાલિકા એક તરફ સફાઇના નામે લોકો પાસેથી લાખો- કરોડો રૂપિયા ઉઘરાવે છે ત્યારે પ્રજાના સ્વાસ્થ્યને જોખમ થાય તે રીતે તંત્ર કામ કરે છે.