Not Set/ શ્રદ્ધાંજલિ / સુરત તક્ષશિલા અગ્રિકાંડની આજે પ્રથમ વરસી, હજુ પણ ન્યાય માટે રાહ જોઈ રહ્યા છે પરિવારજનો

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસે કાળો કહેર મચાવ્યો છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની આંકડો ૧૩૦૦૦ને પર પહોચી ચુક્યો છે. રાજ્યમાં સુરત ખાતે પણ કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ફીનીક્સ પક્ષી જેવું સુરત ફરી એકવાર કોરોના સામે લડી રહ્યું છે.  કોરોનાના કહેર વચ્ચે સુરતમાં આજે તક્ષશિલા અગ્નિ કાંડને એક વર્ષ પૂરું થયું છે. આજે તક્ષશિલા કાંડની પ્રથમ […]

Gujarat Surat
16c67e7e940c8e2630f2426c418e3f84 શ્રદ્ધાંજલિ / સુરત તક્ષશિલા અગ્રિકાંડની આજે પ્રથમ વરસી, હજુ પણ ન્યાય માટે રાહ જોઈ રહ્યા છે પરિવારજનો

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસે કાળો કહેર મચાવ્યો છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની આંકડો ૧૩૦૦૦ને પર પહોચી ચુક્યો છે. રાજ્યમાં સુરત ખાતે પણ કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ફીનીક્સ પક્ષી જેવું સુરત ફરી એકવાર કોરોના સામે લડી રહ્યું છે.  કોરોનાના કહેર વચ્ચે સુરતમાં આજે તક્ષશિલા અગ્નિ કાંડને એક વર્ષ પૂરું થયું છે.

આજે તક્ષશિલા કાંડની પ્રથમ વરસી છે. આજે પણ આ ભયંક  અગ્રિકાંડના દ્રશ્યો આંખસામે આવતા હ્રદય કંપી ઉઠે છે. સુરતના આ અગ્નિ કાંડમાં 22 વ્હાલસોયાના મૃત્યું થયા હતા. આ અગ્રિકાંડે રાજ્યને હચમચાવી નાંખ્યું હતું. એક સાથે 22 બાળકોના મોતથી રાજ્યમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું. જો કે આજે એક વર્ષ પુર થયું હોવા છતાં હજુ પણ મૃતક બાળકોના પરિવારો હજુ પણ  ન્યાય મળશે તેવી રાહ જોઇને બેઠા છે.

સુરતના તક્ષશિલા અગ્નિકાંડના દોષિતોને હજુ સુધી સજા મળી નથી. આ ઘટના મામલે ફાયર ઓફિસર, મનપા અધિકારીઓ, બિલ્ડર, ટ્યુશન કલાસીસ સંચાલકની પોલીસે ધરપકડ કરી હતી.  બે બિલ્ડર હરસુલ વેકરિયા અને જીગ્નેશ પાઘડાળની ધરપકડ થઈ હતી. મનપાના કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા હતા. બે ફાયર કર્મચારીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. સુરતના મોટેભાગના ડોમ અને ગેરકાયદે બાંધકામ દૂર કર્યા હતા. અલગ અલગ વિભાગના કુલ 10 કર્મચારીઓની ધરપકડ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન