Not Set/ સંબંધો બન્યા શર્મસાર/ કળયુગના કાળ સમા પૌત્ર દ્વારા દાદા-દાદીને માર મારી કર્યા ઘર વિહોણા…

ગઈ કાલે રવિવારના રોજ વિશ્વભરમાં ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી તો બીજી તરફ રાજકોટ ની અંદર દાદા પૌત્ર દાદી પૌત્રના સંબંધને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. પૌત્ર દ્વારા દાદા દાદી ને માર મારી ઘર વિહોણા કરવામાં આવ્યા છે. જે સમગ્ર ઘટના સીસીટીવી માં પણ કેદ થવા પામી છે. રાજકોટ શહેરના મનહર પ્લોટ શેરી […]

Rajkot Gujarat
cb016f3c72e836898371a9045f480bac સંબંધો બન્યા શર્મસાર/ કળયુગના કાળ સમા પૌત્ર દ્વારા દાદા-દાદીને માર મારી કર્યા ઘર વિહોણા...

ગઈ કાલે રવિવારના રોજ વિશ્વભરમાં ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી તો બીજી તરફ રાજકોટ ની અંદર દાદા પૌત્ર દાદી પૌત્રના સંબંધને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. પૌત્ર દ્વારા દાદા દાદી ને માર મારી ઘર વિહોણા કરવામાં આવ્યા છે. જે સમગ્ર ઘટના સીસીટીવી માં પણ કેદ થવા પામી છે.

રાજકોટ શહેરના મનહર પ્લોટ શેરી નંબર 10 માં આજરોજ સોમવારના રોજ દાદા પૌત્ર અને દાદી પૌત્રના સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. ૯૨ વર્ષીય દાદા અને દાદી ને તેના પુત્ર તેમજ પૌત્રની વહુ દ્વારા માર મારવામાં આવ્યો હતો. જે ઘર પોતાની મહેનતથી જે જેરામ બાપા એ બનાવ્યું છે. તે જ ઘરમાંથી તેમના પૌત્ર તેમજ પૌત્રની પત્ની દ્વારા તેમને માર મારી ઘરવિહોણા કરવાનું કાવતરૂ સામે આવ્યું છે જે ઘટના સીસીટીવીમાં કેદ થતા હાલ સોશિયલ મીડિયામાં આ કળજુગ ના કાળ એવા પૌત્ર પર ફિટકાર વરસી રહ્યો છે. 

મીડિયા સાથેની વાતચીતમાં દાદા જેરામ બાપા એ જણાવ્યું છે કે, વર્ષો પહેલા મેં મારી તમામ પ્રોપર્ટી મારા તમામ સંતાનો વચ્ચે સરખા ભાગે વહેંચી હતી. હાલ ૯૨ વર્ષની ઉંમરે પણ હું પ્રોવિઝન સ્ટોર ચલાવીને મારા ઘરનું ગુજરાન ચલાવું છું. ત્યારે મારા પૌત્ર તેમજ તેની પત્ની દ્વારા અમને અવારનવાર માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવે છે. તો સતત અમને એક જ દબાણ કરવામાં આવી રહ્યું છે તમે આ ઘર છોડીને ચાલ્યા જા. પરંતુ આ ઉંમરે હું મારી પત્નીને છોડી ને કયા જાવ. જે મહેનતની કમાણીથી મેં મારું ઘર ઉભો કર્યો છે જે ઘરની અંદર મેં મારા તમામ સંતાનોને જન્મ આપ્યો તેમનો લાડકોડથી ઉછેર્યો તે જ સંતાનો ના સંતાનો આજે અમને મારી નાખવા માટે ઊભા થયા છે. 

જેરામ બાપા ના પાડોશીઓ પણ એક જ વાત કહે છે કે આ વયોવૃદ્ધ દાદા દાદી ને તેના પોતાના સંતાન તેમજ પૌત્ર તેમજ તેની પત્ની દ્વારા ખૂબ જ હેરાન પરેશાન કરવામાં આવે છે.

હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા પૌત્ર તેમજ તેની પત્નીની અટકાયત કરવામાં આવી છે.  તો સાથોસાથ તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદાકીય કાર્યવાહી પણ આગળ ધરવામાં આવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.