Not Set/ સાવધાન રાજકોટ..!! આજે ફરી આવ્યા બપોર સુધીમાં પાંચ નવા કેસ સામે…

રાજકોટમાં સામે આવ્યો ફરી કોરોના વિસ્ફોટ. જી હા રાજકોટમાં જ્યારે ગઇકાલે 14 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા હતા, ત્યારે આજે ફરી કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એક સાથે પાંચ નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે.  અમીન માર્ગ, શ્રી કોલોની, બંસી પાર્ક, સાધુ વાસવાણી રોડ અને મારુતિ મેનોરમાં નવા કેસ નોંધાયા હોવાનાં કારણે રાજકોટમાં ફરી પાંચ નવા વિસ્તારોમાં કોરોનાનો કહેર ઉતર્યો […]

Gujarat Rajkot
9042a1b92ee8222a4bcb7899e9f766b3 1 સાવધાન રાજકોટ..!! આજે ફરી આવ્યા બપોર સુધીમાં પાંચ નવા કેસ સામે...

રાજકોટમાં સામે આવ્યો ફરી કોરોના વિસ્ફોટ. જી હા રાજકોટમાં જ્યારે ગઇકાલે 14 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા હતા, ત્યારે આજે ફરી કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એક સાથે પાંચ નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. 

અમીન માર્ગ, શ્રી કોલોની, બંસી પાર્ક, સાધુ વાસવાણી રોડ અને મારુતિ મેનોરમાં નવા કેસ નોંધાયા હોવાનાં કારણે રાજકોટમાં ફરી પાંચ નવા વિસ્તારોમાં કોરોનાનો કહેર ઉતર્યો હોવાનું સામે આવી રહ્યું છે.

પાછલા દિવસોમાં સતત વધી રહેલા કોરોનાનાં કેસ રાજકોટ તંત્ર માટે ચિંતાનો વિષય જોવામાં આવી રહ્યો છે. રાજકોટમાં કોરોનાં કેસ વધતાં તંત્ર સાબદું થયું છે. સૌરાષ્ટ્રમાં પાછલા દિવસોમાં જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, તે જોતા રાજકોટવાસીઓએ પણ કોરોનાથી બીનદાસ્ત થઇ ફરવાનુ બંધ કરી કોરોના કાળમાં જે રીતે પ્રશાસનને સહિયોગ આપી કોરોનાને રાજકોટમાં પ્રવેશતો અટકાવી રાખ્યો હતો તે રીતે વર્તવુ ફરજીયાત જોવામાં આવી રહ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews