Not Set/ સુરતનાં કાપડ માર્કેટ માટે સારા સમાચાર, જાણો હવે કેટલા વાગ્યા સુધી રહેશે ખુલ્લુ

આગામી દિવસોમાં તહેવારોની સીઝન શરૂ થવા જઇ રહી છે. જેને લઇને અન્ય રાજ્યોના વેપારીઓ ખરીદી માટે આવી રહ્યા છે, ત્યારે કાપડ માર્કેટનો સમય પણ 7 વાગ્યા સાંજેથી વધારીને રાતનાં 9 વાગ્યા સુધી કરવા માટેની માંગ કાપડ માર્કેટનાં વેપારીઓ કરી રહ્યા હતા. જેનો મનપા કમિશનર દ્વારા સ્વીકાર કરાયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. જો કે તેના માટે મનપા દ્વારા કોરોનાનાં […]

Gujarat Surat
023564ad7deeaa20f55d46f0bdd50205 સુરતનાં કાપડ માર્કેટ માટે સારા સમાચાર, જાણો હવે કેટલા વાગ્યા સુધી રહેશે ખુલ્લુ

આગામી દિવસોમાં તહેવારોની સીઝન શરૂ થવા જઇ રહી છે. જેને લઇને અન્ય રાજ્યોના વેપારીઓ ખરીદી માટે આવી રહ્યા છે, ત્યારે કાપડ માર્કેટનો સમય પણ 7 વાગ્યા સાંજેથી વધારીને રાતનાં 9 વાગ્યા સુધી કરવા માટેની માંગ કાપડ માર્કેટનાં વેપારીઓ કરી રહ્યા હતા. જેનો મનપા કમિશનર દ્વારા સ્વીકાર કરાયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. જો કે તેના માટે મનપા દ્વારા કોરોનાનાં નિયંત્રણ માટે તૈયાર કરવામાં આવેલી ગાઇડલાઇનનું પાલન કરવું અનિવાર્ય રહેશે.

રાજ્યમાં કોરોનાનો કહેર છે. આ કોરોના મહામારીનાં કારણે વેપારીઓનાં ધંધા પર પણ મોટી અસર પડી છે. કોરોનાને લીધે લોકડાઉન કરવામાં આવ્યુ હતુ, જેને કારણે કાપડ માર્કેટ સહિત તમામ વેપાર ઉદ્યોગો ચાર મહીના સુઘી બંધ રહ્યા હતાં. હવે વેપાર ઉદ્યોગની ગાડી પાટે ચડી રહી છે. ત્યારે વેપારીઓને આગામી દિવસોમાં દિવાળી પર સારો વેપાર રહેશે તેવી આશા બંધાઇ છે. જો કે કોરોનાની ગાઈડ લાઈનનું ફરજીયાત પાલન કરવા સૂચના પણ આપવામાં આવી છે. કાપડ માર્કેટના એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.