Not Set/ સુરત/ એક સપ્તાહથી વરસી રહેલા અવિરત વરસાદે જનજીવન કર્યું અસ્તવ્યસ્ત

  માંગરોળ તાલુકામાં વરસેલા ધોધમાર વરસાદને કારણે તાલુકા  વિસ્તારના ખેડૂતો ફરી એકવાર મુસીબતમાં મુકાયા છે. છેલ્લા ત્રણ દિવસથી ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણીને કારણે રોકડીયા પાક નિષ્ફળ થઇ ગયો છે. માંગરોળ તાલુકાના  ખેડૂતોએ 5 વીંઘા દીઠ  ખેતરમાં ૮૦ થી ૯૦ હજાર નો ખર્ચ કરીને શાકભાજી ના પાકની વાવણી કરી હતી. એમને આશા હતી કે સારો વરસાદ […]

Gujarat Surat
fb02160db901f6b4d79a19ef134687fe સુરત/ એક સપ્તાહથી વરસી રહેલા અવિરત વરસાદે જનજીવન કર્યું અસ્તવ્યસ્ત
 

માંગરોળ તાલુકામાં વરસેલા ધોધમાર વરસાદને કારણે તાલુકા  વિસ્તારના ખેડૂતો ફરી એકવાર મુસીબતમાં મુકાયા છે. છેલ્લા ત્રણ દિવસથી ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણીને કારણે રોકડીયા પાક નિષ્ફળ થઇ ગયો છે.

માંગરોળ તાલુકાના  ખેડૂતોએ 5 વીંઘા દીઠ  ખેતરમાં ૮૦ થી ૯૦ હજાર નો ખર્ચ કરીને શાકભાજી ના પાકની વાવણી કરી હતી. એમને આશા હતી કે સારો વરસાદ થશે અને પાકનું સારું વળતર મળશે જેથી કરીને આખા વર્ષનું આયોજન કરી શકશે અને આશા મુજબ શરૂઆતમાં વરસાદ વરસ્યો પણ ખરો.

સમયસર પાકની વાવણી પણ થઇ ગઈ અને સમયસર ખાતર પણ નખાઈ ગયા પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી વરસી રહેલા સતત વરસાદને કારણે  ખેડૂતોની  આશા પર પાણી ફરી વળ્યું છે. ખેતરમાં શાકભાજી નો સંપૂર્ણ પાક નિષ્ફળ થઇ ગયો છે.  શાકભાજી ની  રોપણી, બિયારણ તેમજ ખાતરનો ખર્ચ પણ માથે પડતો નજર પડી રહ્યો છે.  માંગરોળ તાલુકાના  ખેડૂતોનો મુખ્યત્વે પાક શાકભાજી એટલે કે રોકડીયો પાક છે, અને ચોમાસુ રોકડીયાની ખેતી પર તેઓ આખા વર્ષનું આયોજન કરતા હોય છે.

પરંતુ છેલ્લા એક સપ્તાહ થી વરસી રહેલા અવિરત વરસાદે આ વિસ્તારનાં ખેડૂતોના આખા વર્ષનું આયોજન ખોરવી નાખ્યું છે. વાત માત્ર માંગરોળ તાલુકાના, રણકપોર, આસરમાં, કંટવા, સિમોદરા, નાનાનોગામાં, વેલાછા, શેઠિ, લીંબાડા, કોસાડી ગામના ખેડૂતોની  ૬૦૦ વીંઘા જમીનમાં  રોકડીયા પાક ની વાવણી કરવામાં આવી હતી.  એ તમામ પાક હાલ લગભગ નિષ્ફળ થઇ ગયો છે, છેલ્લા એક સપ્તાહથી સુરત જીલ્લામાં વરસી રહેલા અવિરત વરસાદએ જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે નદી નાળાઓ છલકાઈ ગયા છે, કેટલાક ગામોમાં પુરની સ્થિત છે.  ત્યારે વરસાદને કારણે ખેતરોમાં વાવેલા પાક ને ભારે નુકશાન થતા જગતના તાતને મુશ્કેલી માં મૂકી દીધો છે.

હાલ તો ખેડૂતો એ રોકડીયા પાક ની ખેતી માટે લાખો રૂપિયા નાખી ખેતી કરી છે પણ ભારે વરસાદ ને પગલે ખેડૂતો ની હાલત દયનિય થવા પામી છે અને ખેડુતો સરકાર પાસે સહાય ની માંગ કરી રહયા છે.

નિર્મલ પટેલ સુરત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.