Not Set/ સુરત/ કોંગ્રેસના આગેવાનોએ સિવિલ સુપરિટેન્ડન્ટ પાસે માંગી વિગતો

સુરતમાં કોરોનાની સ્થિતિને લઈને સુરત કોંગ્રેસ સમિતિ દ્વારા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.જેમાં શહેરની સરકારી હોસ્પિટલોના શું હાલ છે તે બાબતનો તાગ મેળવવાનો પ્રયાસ કરાયો હતો.જે માટે આજે સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ બાબુ ભાઈ રાયકા,પ્રદેશ પ્રવકતા નૈષધ દેસાઈ, સહિત અન્ય કોંગ્રેસના આગેવાનોએ સિવિલ સુપ્રીટેન્ડન્ટની મુલાકાત લીધી હતી. દરમ્યાન કોરોનાના વધતા કેસોને લઈને સિવિલ હોસ્પિટલમાં કેવી […]

Gujarat Surat
59abeeb633fa2ac79804013d31b59014 સુરત/ કોંગ્રેસના આગેવાનોએ સિવિલ સુપરિટેન્ડન્ટ પાસે માંગી વિગતો

સુરતમાં કોરોનાની સ્થિતિને લઈને સુરત કોંગ્રેસ સમિતિ દ્વારા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.જેમાં શહેરની સરકારી હોસ્પિટલોના શું હાલ છે તે બાબતનો તાગ મેળવવાનો પ્રયાસ કરાયો હતો.જે માટે આજે સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ બાબુ ભાઈ રાયકા,પ્રદેશ પ્રવકતા નૈષધ દેસાઈ, સહિત અન્ય કોંગ્રેસના આગેવાનોએ સિવિલ સુપ્રીટેન્ડન્ટની મુલાકાત લીધી હતી.

દરમ્યાન કોરોનાના વધતા કેસોને લઈને સિવિલ હોસ્પિટલમાં કેવી સુવિધા છે, વેન્ટિલેટર ધમણ કેટલા છે, મેડિકલ સ્ટાફ કેટલો છે, મહેકમનો પ્રશ્ન છે કે કેમ તે તમામ બાબતે આજે સુપ્રીટેન્ડન્ટ પ્રીતિ કાપડિયા સાથે ચર્ચા કરી હતી.તે અંગેની સંપૂર્ણ વિગત આપવા આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા આજે આ બાબતનો રિપોર્ટ તૈયાર કરીને ગુજરાત પ્રદેશ પ્રમુખને મોકલવામાં આવશે. અને તે પછી તેની ચર્ચા રાજ્ય સરકાર સાથે કરવામાં આવશે.

ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યુઝ, સુરત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન