Not Set/ સુરત/ સ્પાના નામે ચાલતા કુટણખાના, સાથે આંતર રાષ્ટ્ર્રીય માનવ તસ્કરીના કૌભાંડનો પણ પર્દાફાશ

  સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી સ્પાના નામે કુટણખાના ચલાવવામાં આવી રહ્યા હોવાની બુમરેંગ ઉઠવા પામી છે ત્યારે શહેરમાં સ્પાના નામે ચાલતા વધુ એક કુટણખાનાનો પોલીસે પર્દાફાશ કરી એક કિશોરી અને એક યુવતિનો છોડાવી હોવાનું બહાર આવ્યું છે. સાથે સાથે આંતર રાષ્ટ્ર્રીય માનવ તસ્કરીના કૌભાંડનો પણ પર્દાફાશ થયો છે. સુરત શહેરમાં સ્પાના નામે કુટણખાના ચલાવવામાં […]

Gujarat Surat
e6a819285651a70b7eac00fe9bd3932a સુરત/ સ્પાના નામે ચાલતા કુટણખાના, સાથે આંતર રાષ્ટ્ર્રીય માનવ તસ્કરીના કૌભાંડનો પણ પર્દાફાશ
 

સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી સ્પાના નામે કુટણખાના ચલાવવામાં આવી રહ્યા હોવાની બુમરેંગ ઉઠવા પામી છે ત્યારે શહેરમાં સ્પાના નામે ચાલતા વધુ એક કુટણખાનાનો પોલીસે પર્દાફાશ કરી એક કિશોરી અને એક યુવતિનો છોડાવી હોવાનું બહાર આવ્યું છે. સાથે સાથે આંતર રાષ્ટ્ર્રીય માનવ તસ્કરીના કૌભાંડનો પણ પર્દાફાશ થયો છે.

સુરત શહેરમાં સ્પાના નામે કુટણખાના ચલાવવામાં આવી રહ્યા છે અને આ સ્પામાં દેશ વિદેશથી યુવતિઓને બોલાવી તેમને દેહવ્યાપારમાં ધકેલી દેવામાં આવે છે ત્યારે સુરત ખાતે વેસુ વિસ્તારમાં આવેલા એક સ્પામાં પોલીસ દ્વારા બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી જેમાંથી એક બાંગ્લાદેશી કિશોરી મળી આવી છે. મળતી માહિતી મુજબ આ કિશોરીનું બાંગ્લાદેશના કંજહાન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી અપહરણ કરવામાં આવ્યુ હતું. જે અંગેની માહિતી સુરત પોલીસને આપવામાં આવી હતી અને પોલીસને પણ આ કિશોરી ઇન્ફીનીટી બિઝનેસ હબમાં કામ કરતી હોવાની માહિતી મળતા તેમના દ્વારા રેડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડા દરમિયાન એક કિશોરી સાથે એક યુવતિને પણ છોડાવી લેવામાં આવી હતી.

આરોપીના નામ

  • વિશાલ વાનખેડે (કિશોરી લાવનાર)
  • મોહસીન (બાંગ્લાદેશી એજન્ટ)
  • મિલન (બેંગ્લોરમાં કિશોરીને ખરીદનાર)
  • નિતુ (મુંબઇમાં તરૂણીને ખરીદનાર)
  • શબ્બીર આલમ (કિશોરીને સુરત લાવનાર)

સુરત ખાતે કિશોરી હોવાની બાતમી સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. આ બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી પોલીસ દ્વારા કરવામાં આવેલ દરોડાની કામગીરી દરમિયાન તરૂણી મળી આવતા પોલીસે બાંગ્લાદેશ ખાતે તેની ખરાઇ કરી હતી પોલીસને ત્યાંથી ગ્રીન સિગ્નલ મળતાની સાથે પોલીસે તરૂણીને ત્યાંથી છોડાવી હતી. સાથે સાથે સ્પામાં પંજાબની 20 વર્ષીય યુવતિ પણ મળી આવી હતી. આ બંને ને છોડાવી હતી. સાથે 4 જેટલા આરોપી વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. જો કે કિશોરીની સંપૂર્ણ પૂછપરછ કરતા અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. યુવતિ બાંગ્લાદેશથી મોહસીન નામના ઇસમે બેંગ્લોર વેચી હતી. ત્યાંથી મિલન તેને મુંબઇમાં નિતુ નામની મહિલાને વેચી હતી. ત્યારબાદ મુંબઇથી શબ્બીર નામનો વ્યક્તિ તેને સુરત ખાતે લાવ્યો હતો. સુરત ખાતે લાવ્યા બાદ તેણીને દેહવ્યાપારના ધંધામાં ધકેલી દેવામાં આવી હતી. જો કે આ બંને ગ્રાહક દીઠ 1000થી લઇ 2500 રૂપિયા ચુકવવામાં આવતા હતા. જો કે બંનેને સ્પામાં ગોંધી રાખવામાં આવતી હતી. કિશોરી મળી આવતા ઇન્ટરનેશનલ હ્યુમન ટ્રાફિકિંગનો પણ પર્દાફાશ થવા પામ્યો છે. પોલીસે ઇમ્મોરલ એક્ટ પ્રમાણે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.