Not Set/ અમરેલી/  લગ્ન પ્રસંગ ફેરવાયો માતમમાં, જાનૈયા ભરેલું ટ્રેક્ટર પલટી જતાં એકનું મોત, 6 ઘાયલ

અત્યારે લગ્ન ગાળો ચાલી રહ્યો છે. ત્યારે અમરેલીમાં એક પરિવાર માટે આણંદભર્યો લગ્નનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો છે.  લગ્ન જેવા શુભ પ્રસંગ માં જાન લઈને નીકળેલા પરિવારને અકસ્માત નડ્યો છે. અને આખો પ્રસંગ માતમ માં ફેરવાઈ ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રાજુલા વિજપડીના ઘાંડલા ગામ પાસે એક જાન લઈને જતાં ટ્રેક્ટરને અકસ્માત નડતો છે. જાનૈયા […]

Top Stories Gujarat Others
અમરેલી અમરેલી/  લગ્ન પ્રસંગ ફેરવાયો માતમમાં, જાનૈયા ભરેલું ટ્રેક્ટર પલટી જતાં એકનું મોત, 6 ઘાયલ

અત્યારે લગ્ન ગાળો ચાલી રહ્યો છે. ત્યારે અમરેલીમાં એક પરિવાર માટે આણંદભર્યો લગ્નનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો છે.  લગ્ન જેવા શુભ પ્રસંગ માં જાન લઈને નીકળેલા પરિવારને અકસ્માત નડ્યો છે. અને આખો પ્રસંગ માતમ માં ફેરવાઈ ગયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજુલા વિજપડીના ઘાંડલા ગામ પાસે એક જાન લઈને જતાં ટ્રેક્ટરને અકસ્માત નડતો છે. જાનૈયા ભરેલું ટ્રેક્ટર પલટી ખાઈ ગયુ હતુ જેમાં એક ૪૫ વર્ષીય મહિલાનું મોત થયું છે જ્યારે 6 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ટ્રેક્ટર લગ્ન પ્રસંગે જઇ રહયુ હતુ ત્યારે આ બનાવ બાંયો હતો. તમામ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઇ જવાયા છે. આશાભર્યા અરમાનો લઈને લીલાતોરણે નવવધૂને લેવા જનારી જાનનો શુભ પ્રસંગ માતમમાં ફેરવાઈ જતા આખા પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

પાર્થ ખેર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.